એક અમીર પિતા એના પુત્રને ગામડું જોવા લઈ ગયો. ત્યાં એક ખેતરમાં એક ગરીબ સાથે પિતા-પુત્ર થોડા દિવસ રહ્યા. પાછા ફરતી વખતે પિતાએ પુત્રને પૂછ્યું કે ગામડું કેવું લાગ્યું?
‘અરે, બહુ મજા આવી.’ દીકરાએ કહ્યું. ‘તેં જોયું, ગરીબ લોકો કેવી રીતે રહે છે?” પિતા એ પૂછ્યું.
‘જોયું ને. આપણી પાસે એક ડૉગ છે, એમની પાસે ચાર છે.
આપણી પાસે એક નાનકડો સ્વિમિંગ પૂલ છે, એમની પાસે આખી નદી છે.
આપણા ઘરમાં શેન્ડેલિયર છે, એમના માથા પર તારાઓ ભરેલું આકાશ છે.
આપણી પાસે એક બગીચો છે, એમની પાસે વિશાળ ખેતર છે.
આપણે ખાવાનું ઓનલાઇન મગાવીએ છીએ, પરતું એ લોકો અન્ન ઉગાડે છે.’
પિતા અચંબિત થઈને પુત્રને જોતો રહ્યો.
પછી પુત્રએ ઉમેર્યું: ‘થેન્ક યુ ડૅડી, મને હવે ખબર પડી કે આપણે કેટલા ગરીબ છીએ!’
વાર્તા નો સ્રોત: ઈન્ટરનેટ પરથી! જરૂર થી વાંચજો:
-
સંબંધોનું સત્ય: નફો કે નુકસાન નહી જોવું | Gujarati Varta
-
સિદ્ધાર્થની દયાળુતા: ક્યારેક એક રાજકુમાર, પછીથી ભગવાન બુદ્ધ | Gujarati Balvartao
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments