પવન અને માણસ માં
એક ગજબ ની સભ્યતા છે
ક્યારે ફરી જાય
કંઈ ખબર જ ના પડે.
અંકો ની વ્યાખ્યા
પણ કેવી વિચિત્ર કહેવાય
જ્યારે કમાવા જાવ
ત્યારે ૧ કરતા ૨ મોટો ગણાય
અને
સ્પર્ધા માં હોવ
ત્યારે ૨ કરતા ૧ મોટો ગણાય.
શબ્દો મફત છે…
પરંતુ
તેને વાપર્યા પછી કિંમત ચૂકવવી પડે છે…!
દુખ ઘણુ છે ઍમ ના કહો,
‘સહનશક્તિ’ ઓછી છે ઍમ કહો..
‘સહેતા’ આવડી જાય,
તો…
‘રહેતા’ પણ આવડી જાય છે…
આવક પૂરતી ન હોય ત્યારે ખર્ચમાં
અને જાણકારી પૂરતી ન હોય ત્યારે ચર્ચામાં
મર્યાદા રાખવી..
મફતમાં તો કુદરતે પણ,
કાંઇ જ નથી આપ્યું સાહેબ
એક શ્વાસ લેવા માટે પણ,
એક શ્વાસ છોડવો પડે છે.
કિનારે પહોચવું
એટલું સહેલું નથી,
અહી સાગરના મોઢે
પણ ફીણ આવી જાય છે.
મજબૂત થવાની મજા ત્યારેજ
આવે છે સાહેબ,
જ્યારે આખી દુનિયા કમજોર
કરવા જોર કરતી હોય.
ભણતી વખતે જેટલી પરીક્ષા
નહોતી આવતી એટલી ભણી લીધા પછી આવે છે ,
અને એ પરીક્ષા નું નામ છે
” સંસાર“
જે ભૂલમાંથી આપણે,
કંઈ શીખતા નથી.
એજ આપણા જીવનની,
સૌથી મોટી ભુલ હોય છે…
કર્મ મુજબ ફળ મળવાનાં એમા ઈશ્વર પણ શું કરવાનો,
ચેક હશે આપણો હજારનો
તો મેનેજર લાખ કયાથી દેવાનો.
Image credits: Image by jComp on freepik
You may also like,
- આપણો ભ્રમ (ગુજરાતી રસપ્રદ લઘુવાર્તા) – Gujarati Varta
- ભોગવે તેની ભુલ | ગુજરાતી બોધ વાર્તા
- એક અસામાન્ય સમોસાવાળો – (ગુજરાતીમાં)
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments