અંત તરફ આંધળી દોટ મૂકી હતી આ દુનિયાએ
એના અંતને ઠેલવવા આ વિરામ જરૂરી હતો
શોખીન તો થયા બધા પણ શોખ ભૂલી ગયા
એ શોખ પાછાં કેળવવા આ વિરામ જરુરી હતો
લોકોએ પક્ષ બદલ્યો, પક્ષોએ સરકાર બદલી
રૂંધાતી લોકશાહી માટે આ વિરામ જરૂરી હતો
રચ્યા કુદરતે દૃશ્યો ઘણા, ઘણા રંગો વિખેર્યા
કુદરતના રૂપને માણવા આ વિરામ જરૂરી હતો
ઈન્ટરનેટ થકી વિશ્વ થયું નાનું, અંતર થયું ખતમ
મિથ્યા એ તોડવા આ વિરામ જરૂરી હતો
નવા સંબંધો બહુ બાંધ્યા, જૂના ટકાવી ના શક્યા
એ જુના સંબંધો તાજા કરવા આ વિરામ જરૂરી હતો
કમાયા થોડું અને વાપર્યું ઘણું દેખાદેખીમાં
એનો હિસાબ મેળવવા આ વિરામ જરૂરી હતો
એકબીજાને સમજાવ્યા સહુએ, ખુદને સમજ્યા નહિ
એ સમજદારી કેળવવાં આ વિરામ જરૂરી હતો
ઓળખાણો નવી વિકસાવી ઘણી અને વાપરી પણ
ખુદની ખુદથી ઓળખાણ માટે આ વિરામ જરૂરી હતો
-અજ્ઞાત
કાવ્ય સ્ત્રોત: ઈન્ટરનેટ પરથી
છબી સ્ત્રોત: Photo by Dan Burton on Unsplash
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments