થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો.
થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓ ને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓ મળી રહે…; ભજીયાં,સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર, એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓ ને લઇને બેઠી હતી.
મેં તેની નજીક જઇને તેને વ્યક્તિદીઠ ૧-૧ એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલી ભિખારણે “ઓ…સાયેબ…
અરે..ઓ..શેઠ” બુમો પાડીને મને રોક્યો.
પાસે આવીને મને કહે કે “સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ નાલ્લો તો હજી હાત મ્હૈનાનો જ થ્યો છે.. ઇ કેમનો ખૈ હખવાનો? લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે.
“મારી આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઇમાનદારી ?) છતાં એની પરિક્ષા કરવા માટે મેં પુછ્યું કે,”જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ લાગત ને.
શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છે ? કે તું શું ખાઇશ ? છોકરાને શું ખવડાવીશ ?”…
તેણે હાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું, તેણે કીધું કે,” શેઠ…સાંજની કે કાલની ચિંતા કરવાનું કામ મારૂં નથી, ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટ્લું જ મારૂં છે..
જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડ નીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઇક ગાડીવાળાને નિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નહીં જ કરૂં. મારા નસીબનું હશે, તેટ્લું જ મને મળશે, નહિતર તમે આપેલુ આ પડીકુ પણ કોઇ કુતરૂં કે કાગડો આવીને ખેંચી જશે.(કેટલો સંતોષ)…
જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે તો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હું અત્યારે ગાડીવાળાના ઘરમાં હોત….!!!
કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તોય કાલની કે સાંજની ચિંતા નથી,અને આપણને ભગવાને એટલું બધું આપી દીધું છે કે આપણને તે સાચવવાની ચિંતા છે…
શેમાં પૈસા રોકું તો જલ્દીથી વધે ? ૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે, તેવી ગણતરી કરીને રોકાણ કરીએ છીએ…૨૫-૩૦ વર્ષનું મોરગેજ, ૨૫ વર્ષ પછી RRSP/CPP/Insurance માંથી કેટલા પાછા આવશે, તે ગણીનેઆજે ભીડ ભોગવીને ય કાલ માટે બચાવીએ છીએ, અને ભગવાન ઉપર શ્રધ્ધાની મોટી મોટી વાતો કરીએ છીએ…!!
ધર્મ કોઈ પણ હોય સાથે તો પાંચ આઁગળીયે કરેલા પુન્ય જ આવશે.
સમય કાઢીને અનિવાર્યપણે આ અવશ્ય વાંચજો; તથા તમારા મિત્રો સાથે પણ આ Share કરજો.
~રક્ષિત~
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments