ચંચળ મન અને અભિપ્રાયો માં બદલાવ: માનસિક શાંતિ અને વિચારોની સ્થિરતા વિષે જાણો.
એવી પરિસ્થિતિ વિચારો કે તમે એકદમ પરસેવે રેબઝેબ છો. ખુબ તરસ લાગી છે, પણ ક્યાંય પાણી નથી મળે તેમ. એવામાં તમે એક ઝાડના છાયામાં થાક ખાવા ઉભા રહો છો! ત્યાં જ સામેથી એક મકાનમાં પહેલા માળની બારી ખુલે છે ને તમારી અને તે વ્યક્તિ ની આખોં માં આંખ મળે છે.
તમારી હાલત જોઈને તે વ્યક્તિ તમને હાથ થી પાણી જોઈએ છે એમ ઈશારો કરે છે. હવે તમને તે વ્યક્તિ કેવી લાગે?
આ તમારો પેહલો અભિપ્રાય છે…
તે વ્યક્તિ નીચે આવવાનો ઈશારો કરીને બારી બંધ કરે છે અને 15 મિનિટ વીતી જાય પણ તે છતાંય નીચેનો દરવાજો ખૂલતો નથી! હવે તે વ્યક્તિ પ્રત્યે તમારો અભિપ્રાય શું છે?
આ તમારો બીજો અભિપ્રાય છે!
થોડીવાર પછી દરવાજો ખુલે છે અને તે વ્યક્તિ એમ કહે કે:’મને વિલંબ થવા માટે માફ કરજો, પણ તમારી હાલત જોઈને મને પાણી કરતા લીંબુ નું શરબત આપવું યોઉગ્યા લાગ્યું! એટલા માટે થોડી વધારે વાર લાગી ગઈ.’ હવે તે વ્યક્તિ માટે તમારો અભિપ્રાય શું હશે?
યાદ રાખજો કે, હજુ તો પાણી કે શરબત કઈ મળ્યું નથી ને તમારો ત્રીજો અભિપ્રાય મનમાં જ રાખો.
હવે જેવું તમને શરબત હાથ માં મળે અને તમે જીભને લગાવો ચો ત્યાં જ તમને ખ્યાલ આવે કે તેમાં ખાંડ જરાય પણ નાખેલી નહોતી! હવે તે વ્યક્તિ તમને કેવી લાગે?
તમારો ખટાશ થી ભરેલો ચહેરોજોઈને, એ વ્યક્તિ ધીમે રહી ને ખાંડનું પાઉચ કાઢે ને કહે, “તમને ફાવે તેટલું ઉમેરી લો. મને ખબર નહોતી કે તમને કેટલી ખાંડ ખાવ છો.”
હવે તે જ વ્યક્તિ વિષેનો તમારો અભિપ્રાય શું હશે?
આવા સામાન્ય અમથા પ્રશંગ માં પણ જો આપણી અભિપ્રાય એટલો ખોખલો હોય અને તે સતત બદલાતો રહે, તો આપણે કોઈના પણ વિષે અભિપ્રાય આપવાને લાયક સમજવા જોઈએ કે નહિ?
હકીકતે દુનિયામાં એટલું સમજી ગયું છે કે,”જો તમારી અપેક્ષાના ચોગઠામાં બંધબેસતું વર્તન સામેની વ્યક્તિ કરે તો સારી, નહિ તો તે ખરાબ!” – આ રશપ્રદ મુદ્દો છે , જરાક જાતે વિચારી જુઓ!
Cover Image from Background photo created by drobotdean (freepik)
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments