TL;DR – છાશના ભાવે લોકો મ્યુઝિકલ ચક્રમાં: જ્યારે 80 રૂપિયાની છાશ બની આશ્ચર્યજનક બિલ
છાઆઆઆઆશના આટલા બધાઆઆઆ?
ઓલમોસ્ટ બરાડતા એક ભાઇ બોલી ઉઠ્યા.. આના કરતાં તો બીયર સસ્તો પડે.
થોડાં વરસો પહેલાંની આ વાત છે.
દીવમાં સાંજે પરીવાર સાથે રેસ્ટોરન્ટમાં બેઠા હતા. બાજુના ટેબલ ઉપર એક પરીવાર અંદાજે 20-22 જણા. રાજકોટના પરીચીત એવમ ક્લાયન્ટ જ હતા. પુરૂષ વર્ગ પાર્ટી કરીને જમવા આવ્યો, અને સ્ત્રી/બાળકો પ્રતિક્ષા કરતા વધુ ભુખ્યા થયા હશે, અને પછી સ્ટાર્ટર સુપના ઓર્ડર, પંજાબી કાઠીયાવાડી સબ્જી રોટી, છાશ.
જમ્યા બાદ આછા પ્રકાશમાં બીલની રકમ વાંચી વડીલ બરાડી ઉઠ્યા આટલું બીલ કઈ રીતે? 7800/- થયા હતા. આય્ટમવાઈઝ જોયું તો 3840/- તો ખાલી છાશના. અને લડખડાતી જીભ સીધી થઈ ગઈ. આય્ટલા થાય જ કેમ?
વેઈટર કહે કે તમે 24 જણા.
વડિલ કહે: હાઆઆઆ.
વેઇટર: બધાએ બબ્બે છાશનો ઓર્ડર આપ્યો.
વડિલ કહે: હાઆઆઆઆ.
વેઈટર: એક ગ્લાસના 80 રૂપીયા તો મેનુમાં છાપેલા જ છે. હવે હિસાબ બરાબર?
છાશ તો નશો ઉતારે એવું સાંભળેલું પણ છાશનું બીલ ભલભલાનો નશો ઉતારી દે. એ નજરે જોયું.
પાછા જતા જતા મને કહેતા ગયા કે પાઠક ભાઇ છાશ સમજીને જ મગાવજો હો. કાલે તો બંદર ચોકથી અમુલની જ થેલીયું જ લેતા આવવી છે…
સ્ત્રોત: ઈન્ટરનેટ પરથી…
You may also like,
- જીવનમાં સુંદર વર્તન કેમ અગત્યનું છે: એક પ્રેરણાદાયક કથા | Interesting Gujarati Story
- ઈશ્વરનો ન્યાય (લઘુ વાર્તા) | God’s Justice (A Short story)
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments