આવી વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી મેળવીએ.
સોડા બાયકાર્બ
તે જ રીતે સોડા બાયકાર્બ, કોર્નફ્લોર તથા ક્રીમ ઑફ ટાર્ટારનું મિશ્રણ એટલે બેકિંગ પાઉડર જેનો ઉપયોગ કેક (cake), બિસ્કીટ વગેરેને ફુલાવવા માટે વપરાય છે.
કેક
કેક (cake) બનાવતી વખતે આઇસિંગ સુગર શબ્દ સાંભળીએ છીએ આ આઇસિંગ સુગર એટલે જલદી જામી જાય તેવી ખાંડ અને જો બ્રાઉન સુગર કહે તો ખાંડ (sugar) ને ગરમ કરીને બ્રાઉન કરવામાં આવે. પણ શું તમને ખબર છે કે તમે બ્રાઉન સુગરને બદલે અડધા ભાગની ખાંડ અને અડધા ભાગનો ગોળનો ભૂકો વાપરી શકો છો.
દેશી ચાઇનીઝ વાનગીઓ
ચાઇનીઝ વાનગીઓમાં મુખ્યત્વે નુડલ્સ (noodles) , આજીનો મોટો, ચીલી સોસ, સોયાસોસ (soya sauce), વિનેગરનો ઉપયોગ થાય છે. નુડલ્સ એ મેંદાની બનાવટ છે. જ્યારે કોઈ પણ શાકભાજીને જલદીથી ચડાવવા માટે આજીનો મોટો વપરાય છે પણ આરોગ્યની દૃષ્ટિ તેનું સેવન બને તેટલું ટાળવું હિતાવહ છે.
વિનેગરને સરકો પણ કહે છે. કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તેનો ઉપયોગ થાય છે. તે સ્વાદમાં ખાટો હોય છે.
ચીલી સોસ રેડ અને ગ્રીન એમ બે કલરમાં આવે છે એટલે કે લીલાંં મરચાંનો સોસ અને લાલ મરચાંનો સોસ.
સોયાબીનમાંથી બનાવેલા સોસને સોયાસોસ કહે છે જે જાડો કથ્થઈ રંગનો હોય છે. ચાઇનીઝ વાનગીઓમાં મુખ્યત્વે આનો વપરાશ વધુ થાય છે.
આ ઉપરાંત ચાઇનીઝ વાનગીઓ મોટે ભાગે છીછરા વાસણમાં અને ફાસ્ટ ગેસ ઉપર થાય છે. તેમ જ આ વાનગીઓ ગરમ જ પીરસવાની હોય છે.
સ્ટોક વોટર એટલે શાકભાજીને બાફી તે પાણી અલગ કાઢી લેવું તેને સ્ટોક વોટર કહે છે. સૂપ બનાવવામાં આ પાણીનો ઉપયોગ કરી શકાય છે.
શાકભાજી, કઠોળ ને કુકરમાં પકાવતી વખતે, સીટી લીધા વગર વાપરવી જોઈએ જેથી, તેના પોષક તત્વો સલામત રહે.
આ ઉપરાંત ઘણી વાનગીઓમાં બટાકાની જગ્યાએ કાચું કેળું, ડુંગળીની જગ્યાએ દૂધી, કોળું વિનેગરને બદલે લીબુંનો રસ, માખણને બદલે ઘી વગેરેનો ઉપયોગ કરી શકાય છે.
Enjoy easy cooking tips for fast and healthy food.
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments