ધ્વનિવિસ્તાર યંત્ર ચલાવવા માટે ઉમેદવારની પસંદગી કરવાની હતી. કંપની તરફથી તેની જાહેરખબર આપી ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલો હતો. શાનદાર ઓફિસના બહારના રૂમમાં આવેલા ઉમેદવારો બેઠા હતા અને જાત-જાત ની વાતો કરતા હતા.
કેટલાક પોતાની સાથે લાવેલ છાપું વાંચતા હતા, તો કેટલાક ત્યાં ડેસ્ક પર પડેલા મેગઝીનો વાંચતા હતા, અને તેના પાના ઉથલાવતા હતા. સૌ કોઈ પોતપાતની મસ્તીમાં ખોવાયેલા હતા. તેવે સમયે સૌથી જુદો તરી આવતો એક છોકરો એક ખૂણામાં શાંતિથી બેઠો હતો. બહારથી તે કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેતો ન હતો. જાણે કે તે ખાલી જ બેસી રહ્યો હતો. ઓફિશરનો ચપરાશી બધા ઉમેદવારોની સરભરા કરતો હતો અને પૂછેલા પ્રશ્નો નો જવાબ આપતો હતો. કંપનીનો સચિવ (સેક્રેટેરી) હાથમાં ફાઈલ લઈને બહાર-અંદર કાર્ય કરતો હતો.
એવામાં ઓફીશ ની અંદર ધ્વનિવિસ્તાર યંત્ર ચાલુ થયું અને તેની ખાત-ખાતનો અવાજ બહાર સંભળાવા લાગ્યો. યંત્રની અવાજ સાંભળીને ઉમેદવારોને લાગ્યું કે હવે કસોટીની તૈયારીઓ થઇ રહી છે અને થોડીક વારમાં ઉમેદવારોને એક પછી એક અંદર વાતચીત માટે બોલવામાં આવશે. અંદરથી યંત્રનો અવાજ આવ્યો ત્યારે ક્ષણભર માટે ઉમેદવારો વાતો કરતા અટકી ગયા અને પછીથી તો અધૂરી રહેલી ચર્ચામાં મોટે ભાગે ભાગ લેવા લાગ્યા હતા. ફક્ત ખૂણા માં બેઠેલો પેલો છોકરો ઉંચો-નીચો થવા લાગ્યો હતો પણ તે તરફ કોઈનું ધ્યાન હતું નહિ. તે ધ્યાન થી મશીનની ટક-ટક સાંભળી રહ્યો હતો.
થોડીક વારમાં તે છોકરો ઊભો થયો અને વગર બોલાવે ઓફિશનું ઝુલતું કમાડ ધકેલીને અંદર ગયો. આ છોકરો અંદર ગયો પણ તેની કોઈ પણ ઉમેદવારે નોંધ લીધી નહોતી. કેવળ એક-બે લોકો નવાઈથી તેને જતો જોઈ રહ્યા હતા. હજુ તો ચપરાશીએ ઉમેદવારો પાસેથી તેમની અરજીઓ પણ લીધી નહોતી તેથી કેટલાક ઉમેદવારોના મોં ઉપર થોડી ઘણી ચિંતા વર્તાતી હતી, તો કેટલા પોતાની કાંડા ઘડિયાળના કાંટા જોઈ લેતા હતા.
આમ થોડોક સમય ગયો હશે ત્યાં પેલો છોકરો અંદર થી બહાર આવ્યો, ત્યારે તેના હાથમાં કંપનીનો એક કાગળ હતો. આ છોકરાની પાછળ કંપની ના સચિવ બહાર આવ્યા અને તેને જાહેરાત કરી કે મેનેજમેન્ટએ ઉમેદવારની પસંદગી કરી લીધી છે એટલે બાકીના સૌ પોતપોતાને ઘરે જઈ શકે છે. આ જાહેરાત સાંભળીને ઉમેદવારો ના મોં ઉપર કચવાટની લાગણી ફેલાઈ ગઈ અને સૌ વિચાર માં પડી ગયા કે ઉમેદવારની પસંદગી કેમની થઇ ગઈ! ત્યાં ગુસ્સે ભરાયેલો એક ઉમેદવાર મોટે થી બોલ્યો, “જો ઇન્ટરવ્યૂ લેવા જ નહોતા તો કેમ બોલાવ્યા અમને લોકો ને? અહીંયા કઈ મજાક ચાલે છે?”
ત્યાં પેલા સેક્રેટેરી સાહેબે કહ્યું કે, “આ બાજુમાં ઉભા છે તે ભાઈની પસંદગી મેનેજમેન્ટએ કરી લીધી છે, તેમનો ઇન્ટરવ્યૂ લેવાઈ ગયો અને તેમને કંપનીએ અપોઈન્ટમેન્ટ લેટર પણ આપી દીધો છે”.
બાકી ના ઉમેદવારો પણ બોલ્યા, “આવું કેમનું ચાલે? અમને તો અંદર બોલાવ્યાં પણ નથી, કોઈ ની અરજી પણ લીધેલી નથી!”
સેક્રેટેરી એ પુરા માં સાથે બધાને નિવેદન કરતા કહ્યું કે, “સાહેબ એ, અંદર આવવા માટે સૌને આમંત્રણ એક સાથે જ આપ્યું હતું. પણ તમે તમારી વાતોમાં પરોવાયેલા હતા એટલે તમે ધ્યાન ના આપ્યું. જે ઉમેદવારે ધ્યાન આપ્યું તે અંદર ગયો, તેમનો ઇન્ટરવ્યૂ થઇ ગયો. ઇન્ટરવ્યૂ નો સમય થયો. એટલે ધ્વનિવિસ્તાર યંત્ર ઉપર જે ટીક ટીક થઇ તેમાં સૌને ઉદ્દેશીને સંકેત આપવામાં આવેલ હતો: “અમારે કોઈ સચેત અને સાવધાન ઉમેદવારની જરૂર છે. જો તમે તે હો તો વિના બોલાવે અંદર આવી જજો.”
સેક્રેટેરીએ સ્પષ્ટતા કરતા કહ્યું, “તમે વાતોમાં અને ચાપ વાંચવામાં ધ્વનિવિસ્તાર યંત્ર ની ટીક ટીક ઉપર આવતા સંકેતો ઉપર ધ્યાન જ ન આપ્યું. ફક્ત આ એક જ ઉમેદવારના લક્ષમાં આવ્યું કે અંદર બોલાવવામાં આવે છે, તે સતર્ક અને દાવાદઃ હતો – એટલે યંત્રનો કોડેવર્ડ જેવા ટીક-ટીક અવાજને તે સમજી શક્યો, અંદર જઈ શક્યો, અને તેથી અપોઈન્ટમેન્ટ લેટર મેળવી શક્યો. હવે તમે લોકો કંપની ના નામે વાંધો પડે તે યોઉગ્યા નથી, જો વાંક હોય તો તમારો જ છે. હવે આપ સૌ જઈ શકો છો. અહીં તમે તકલીફ લઈને આવ્યા તે માટે તમારો આભાર. તમારા ટ્રાન્સપોર્ટ ખર્ચ માટે કંપની નક્કી કરેલ રકમ સૌને આપે છે, જે તમે સ્વીકારી લેજો.”
બોધ: સંસારમાં એનો પણ આ ઉમેદવારો જેવો જ ઘાટ થાય છે. જીવનભર આપણે તકની રાહ જોતા બેસી રહીએ છીએ, પણ તક આપણી નજીકમાંથી જ સરકી જતી હોય છે, તેની એને ખબર પણ હોતી નથી. દુનિયામાં તકો તો ચારેય બાજુ વેરાયેલી હોય છે. જો આપણને જોતા આવડે અને સમજતા આવડે તો! વળી તક એ તક. મળેય ખરી અને ન પણ મળે. ખરું સત્વ ના મળે તો પણ વિચલિત ન થવામાં છે.
Cover Image Credits: Photo by Andrea Natali on Unsplash
સ્ત્રોત: મલ્હાર ઠાકર અને પૂજા જોશી સ્ટાર ગુજરાતી કોમેડી વેબ સીરિઝ “વાત વાતમાં..” (vaat vaat ma)
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments