“રીચ ડેડ પૂઅર ડેડ” પુસ્તકની સમીક્ષા અને શીખામણ. જાણો આ પુસ્તકમાંથી શું શીખી શકાય છે.
આ પુસ્તક રોબર્ટ કિયોસાકિ દ્વારા લખાયેલ છે.
- તમને સાહુકાર બનવા માટે વધારે પૈસા કમાવા જરૂરી નથી.
- ગરીબ અને મધ્યમવર્ગના લોકો પૈસા માટે કામ કરે છે.
- સાહૂકાર પાસે રહેલો પૈસો એમનું કામ કરે છે.
તે ટુંકમા અમીર વ્યક્તિ અમીર શા માટે હોય છે અને ગરીબ વ્યક્તિ ગરીબ જ શા માટે રહે છે તેનુ કારણ અને બીજા પાસાઓ વિશે ચર્ચા કરી છે.
એ પુસ્તક પૈસાની સમજ વિકસિત કરવાનુ શીખવે છે. આ એક એવી વસ્તુ છે જે નિશાળમા ભણાવવામા આવતી નથી. નિશાળમા શુ કહેવામા આવે છે, ખુબ ભણો, 90 ટકા લાવો, નોકરી લ્યો અને પૈસા કમાવ. પણ કોઈ એમ નહી શીખવડે કે એ પૈસાને મેનેજ કેમ કરવા. સ્કુલના શિક્ષકો કલાસમા શુ તૈયાર કરે છે? તેઓ એન્જિનિયર પેદા કરે છે જે કંપનીમા કામ કરે પણ કોઈ એવો તરીકો કોઈ નહી શીખવાડે કે કંપનીના માલિક કેમ બનવુ ?
આ પુસ્તક એમ કહે છે કે અમીર વ્યક્તિ જેવી તેવી બાબતોમા પૈસા વાપરતો નથી તે એને ઇન્વેસ્ટ કરે છે જ્યારે સામાન્ય માણસ ટીવી, કપડા, મનોરંજન, ટેક્સ, યાત્રા વગેરેમા પૈસા બરબાદ કરે છે. સીધી વાત છે કે રોજના દસ દસ રુપિયા બચાવીને કોઈ કાળે કરોડપતિતો ના જ બની શકાય પણ છતાય પૈસાની "સમજ વિકસિત" કરવી જરુરી છે.
એ પુસ્તકમા અમીર અને મધ્યમ વર્ગના વ્યક્તિનુ સંપતિનુ કેશફ્લો પેટર્ન આપેલ છે જેનાથી વધુ ક્લિયર થશે કે તે શુ કહેવા માંગે છેે.
ભારતના લોકો આધ્યાત્મિક અને ત્યાગમા માનવાવાળા છે એટલે આ પુસ્તક એમને ગોઠશે નહી કેમ કે આ પુસ્તક અમીર બનવા પર અને મટિરિયલિસ્ટિક એટલે ભૌતિકવાદ પર ભાર આપે છે.
આ ટુંકો સાર આપેલ છે જો તમને એમ લાગે છે કે જે વિશ્લેષણ કર્યું છે તે ખામીયુક્ત છે તો તમે પણ આ પુસ્તક વાંચી શકો છો અને જાતે વિશ્લેષણ કરી શકો છો કે તે શુ કહેવા ઈચ્છે છે
સંકલન: કિશન સુમરા
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments