તાજેતર માં, ફ્યુસન ઢોસા ની મેં ઘણી વિડિઓઝ જોઈ અને વિચાર્યું કે આજે તો ઘરે બનાવીને ટ્રાયલ કરવું પડશે!
"મને હોસ્ટેલ માં મુકવાનો" – એવી ધમકીઓ ઘણી સાંભળી! ત્યારથી મને થોડો ઘણો સારા એવા પકવાન અને રસોઈ બનાવતા શીખવાનું રશપ્રદ લાગ્યું! પણ કંકોડાયે હોસ્ટેલ માં જવાનો મેળ ના પડ્યો!
મેં ફ્યુઝન ઢોસા બનાવ્યો , અહીં મારી પ્રથમ પ્રયાસની ઝલક છે.
તે ખૂબ જ સ્વાદિષ્ટ હતો, મેં જે બનાવ્યું તે ખરેખર પ્રેમ ને લાયક છે!


રેસીપી (Ingredients/સામગ્રી)
- કોબી,
- ગાજર
- મરચાં
- મકાઈ
- ટામેટા
- આદુ
- ચટણી: લાલ મરચાં, લીલા મરચાં, ટામેટા કેચઅપ
- સેઝવાન ચટણી
- મેયોનેઝ
- પિઝા પાસ્તા મસાલા / ચટણી
- ડુંગળી લસણ અને મીઠું પણ તમે સ્વાદ અનુસાર નાખી શકો…
- ઢોસા નો બેઝ, કણકીનું ખીરું અથવા રવા નું ખીરું
માફ કરજો મિત્રો, તે મારો પહેલો પ્રયાશ હતો તેથી સામગ્રી ઓછી પડી હતી!, હવે કઈ ઓછું ના પડે કે વધારે બગાડ પણ ના થાય તેની હું ૧૦૦% કાળજી લઈશ!
- તવો ગરમ થઇ જાય પછી ધીમા તાપે ઢોસા નો બેઝ પાથરો
- ઉપર જણાવેલ તમામ સામગ્રી ને તેના પર નાખો
- એક મસ્ત અમુલ બટર વચ્ચે નાખો, જેથી કોબી કે ગાજર કે કઈ પણ બળી ના જાય, અને મસ્ત રીતે સંતળાઈ જાય.
- તાવેથો લઇને તેને આખા ઢોસા માં પ્રસરાવતા હોય એમ ૩ મિનિટ સુધી હલાવતા રહો.
- આવું કરવાથી ઢોસાની રગ રગ માં મસ્ત ફ્લેવર આવી જશે.
- બધો મસાલો વચ્ચે એક લાઈન માં કરી દો, ઉપ્પર ચીઝ નો વરસાદ કરી દો અને બંને બાજુ થી ઢોસા ને વાળી દો!
હવે સ્વાદિષ્ટ ફ્યુસન ઢોસા વાપરવા માટે તૈયાર છે; આનંદ ઉઠાવો!
તમને આપડી ખાવાનું બનવાની કુશળતા કેવી લાગી?
૧૦ માંથી કેટલા રેટિંગ્સ આપશો? નીચે કમેન્ટ જરૂર થી કરજો!
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments