જ્ઞાતિ ના એક છોકરા નું માગું આપણી દિકરી માટે આવ્યુ છે. છોકરો સુંદર છે, ભણેલો છે, બિઝનેસ કરે છે, મોટા કુટુંબ માં રહેલો છે, ને માં બાપ નો એકનો એક દિકરો છે… આની સાથે આપણી દિકરી ના લગ્ન થસે તો એ ઘણું સુખ અને પ્રેમ પામશે… એ વિચારી ને જ કદાચ માં બાપ પોતની વહાલી દિકરી ને તદ્દન અજાણ્યા કુટુંબ માં પરણાવી દે છે..
અરે વાહ, બહુ સરસ ઘર ગોત્યું તમે, તમારી દિકરી માટે, “સાસરે રાજ કરસે” આવું સગા સંબંધી અનુમાન લગાડે છે.
વાત તો સાચી લાગે છે ને? મોટુ ઘર, સુંદર સમજુ કમાઊ પતિ, હાઈફાઈ રેહણી-કેહણી, પછી બીજુ શું જોઇએ? આટલું બધું તો સુખ પામશે આવનાર વહુ.
શું પામશે એનો હિસાબ તો બધા એ લગાડી દિધો સાહેબ… ચાલો આજે એ શું શું ગુમાવશે એની નોંધ કરીયે…
1) માં બાપ ને ઘેર કોઇપણ નવી વસ્તુ આવે ત્યારે હક્ક થી કેહનારી ‘ આ તો હુંજ વાપરીશ’ ને જ્યારે સાસરે પહલે જ દિવસે સાસુ નવી ચાંદર કાઢીને પોતાના દિકરા ને આપે અને દિકરા ની જુની ચાંદર વહુ ને ઓઢવા આપે ત્યારે તે પોતાનું “વર્ચસ્વ” ગુમાવે છે.
2) કોલેજ ની પિકનિક પર જતી દિકરી, મમ્મી ને પોતાની બેગ ભરવા નું કામ ચીંધી બેફિકર થઈ ટીવી જોતિ રહે… એ દિકરી જ્યારે સાસરે બહારગામ જતાં પોતાની સાથે પતી ની પણ બેગ બહુ ચીવટ રાખી ને ભરતાં શીખી જાય છે ત્યારે તે “નિર્ભરતા” ગુમાવે છે.
3) ‘હું આજે મોડી આવીસ, મારે પિકચર જોવા જવાનું છે’ એમ કહીને સડસડાટ ઘર ની બહાર ચાલી જતી દિકરી જ્યારે પતિ અને સાસુ પાસે 2 દિવસ પિયરે રોકાવાની રજા માંગે ને ત્યારે તે પોતાની “સ્વતંત્રતા” ગુમાવે છે.
4) મમ્મી જોડે કેટલુંય બાજ્યા પછી પણ એજ માં ને હાથે વ્હાલ થી ભરપેટ જમતી દિકરી ને જ્યારે સાસરે ‘જયા પાર્વતી’ કે ‘ દિવાસા’ ના ઉપવાસ ને જાગરણ પછી કોઇ ચા નાસ્તા નું પૂછનાર ન દેખાય ત્યારે તે ” મમતા” ગુમાવે છે.
5) પપ્પા ની એ હોંશિયાર દિકરી ને જ્યારે એના પપ્પા પોતાની બધીજ મુડી, રોકડા, દાગીના, ઘર ના કાગળિયા વિગેરે ની માહિતિ આપતા એમ કહે છે આ બધું તારું જ છે બેટા… એ દિકરી ના સાસુ-સસરા જ્યારે બહારગામ જતા કબાટ ની ચાવી સાથે લઈ જાય છે ત્યારે તે ” વિશ્વાસ” ગુમાવે છે.
6) બાપે બેંક ની લોન લઈને ભણાવેલી દિકરી ના ભણતર નો જ્યારે સાસરિયા મજાક બનાવે છે ને ત્યારે તેનું “સ્વાભિમાન” ગુમાવે છે.
7) પપ્પા ના ઘરે હસતી રમતી દિકરી જ્યારે પતિ ના ઘરે ઉદાસ થઈ જાય છે ત્યારે “આજે મુડ સારો રાખજે હં, આજે ઘરે મહેમાનો આવે છે, હસતી રેજે” એવી સલાહ તેનો પતિ આપે છે ત્યારે તે પોતાની લાગણી વ્યક્ત કરવાનો “હક્ક” ગુમાવે છે.
સાહેબ, કોક દિ તમે પણ પોતાને સાસરે મહિનો રોકાઈ જોજો, પછી ખબર પડસે કે “પોતાનાં ને પારકાં અને પારકાં ને પોતાનાં” કરવા કઈં સહેલાં નથી..
You may also like,
(ઈન્ટરનેટ પરથી)
છબી સ્ત્રોત: bristekjegor on freepik
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments