દરેક સફળ પુરુષની પાછળ તેની પત્ની હોય છે…
એક કંપનીની થાયલેન્ડની ફેમિલી ટ્રીપ ગોઠવાય. ટ્રીપમાં મગરથી ભરેલા તળાવની મુલાકાતે લઈ જવાયા, કંપનીમાં ભેજાગેપ અને તરંગી બોસને તુક્કો સૂઝ્યો – જે કોઈ વ્યક્તિ આ તળાવમાં તરીને સહીસલામત સામે કાંઠે પહોચશે તેને કંપની તરફથી રૂપિયા એક કરોડ નું રોકડ ઇનામ આપવામાં આવશે, જો તે વ્યક્તિ મગરો નો શિકાર બનશે તો વારસદારોને રૂપિયા 50 લાખ આપવામાં આવશે.
બોસની આ જાહેરાત સાંભળીને સન્નાટો છવાઈ ગયો અને બધા સ્તબ્ધ થઈ ગયા…. ત્યાં અચાનક એક ધબાકો થયો અને એક વ્યક્તિ પાણીમાં તરતો નજરે પડ્યો. તે વ્યક્તિ જાન ઉપર આવીને ઝડપભેર તરવા માંડ્યો અને મગરોના પીછા વચ્ચે પણ સામે કાંઠે તરીને જવામાં સફળ રહ્યો..!
બધા ઉત્સાહભેર સામે કાંઠે પહોંચી ગયા અને તત્કાળ કરોડપતિ બની જવા માટે શુભેચ્છા પાઠવવા લાગ્યા.
તે વ્યક્તિ જીવ ઉપર આવીને તરેલો એટલે તેનો શ્વાસ ફુલી ગયો હતો, થોડું વાર પછી શ્વાસ હેઠો બેઠો કે તરત બરાડો પડીને બોલ્યો 'મને તળાવના પાણીમાં ધક્કો કોણે માર્યો હતો?' … તે વ્યક્તિને ધક્કો મારનાર મહાન વ્યક્તિ તેની ખુદની પત્ની હતી.
ત્યારથી કહેવત પડી છે કે દરેક સફળ પુરુષની પાછળ તેની પત્ની હોય છે.
સ્ત્રોત: ઈન્ટરનેટ પરથી…
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments