પતિદેવ ઓફીસેથી ધરે પાછા ફર્યા તો….. ટેલીવીઝન ઉપર ચીપકાવેલ એક કાગળ મળ્યો જેમાં વેકેશન માં પિયર જતી પત્નિએ લખેલી સુચનાઓ.
સુચનાઓ હતી…કે
હું છ સાત દિવસો માટે મારી મમ્મીને ધરે છોકરાઓ સાથે જાઉં છું, આ નિચે લખેલી સુચનાઓ માત્ર સુચનઓ જ નહી વોર્નિંગ પણ સમજવી.
૧-મારી ગેરહાજરીમાં મિત્રોને ધરે ભેગા કરવા નહીં..ગયે વખતે બે ખાલી બોટલો માળિયામાંથી મળી હતી અને સોફા નિચેથી ચાર *લાર્જ સાઇઝ પીઝાનું બીલ મારા હાથમાં આવ્યું હતું…
૨- બાથરૂમમાં ગયા બખતની જેમ શોપ કેઇસમાં મોબાઇલ ભુલી ના જતાં. કોઇને બાથરૂમમાં મોબાઇલ ની શું જરૂર પડે તેજ સમજાતું નથી.
૩-તમારા ચશ્મા બોક્સમાં સાચવીને રાખજો. ગયા વખતે તે ફ્રીઝમાંથી મળ્યા હતા.
૪- કામવાળીને પગાર આપી દીધો છે…તમારે વધારે અમીરી બતાવવાની જરૂરત નથી.
૫- સવાર સવારમાં પડોશી ને એમ કહીને ખલેલ પહોંચાડતા નહીં “અમારે આજે છાપુ નથી આવ્યું તમારે આવ્યુ “ ?
આપણો અને તેમનો છાપા વાળો જુદા છે.
અને હા, આપણો ધોબી અને દુધવાળો પણ જુદા જ છે.
૬- તમારા નિકર અને ગંજી કબાટની ડાબી બાજુએ છે.. જમણી બાજુએ છોકરાઓના છે… ગઈ વખતની જેમ કહેતા નહી કે કામ કરતી વખતે હું અનકમ્ફર્ટ અનુભવતો હતો…
૭- તમારા બધાજ મેડીકલ રીપોર્ટ આપણે ગયા અઠવાડીયે કરાવી લીધા છે અને બધાજ નોર્મલ છે….
૮- મેં દસ દિવસ માટે *વાઇ-ફાઇ* બંધ કરી દીધું છે એટલે નિરાંતે ઊંઘજો..
૯- મારા પિયર જવાથી મનમાં ને મનમાં ખુશ થઈને રાજી થવાની જરૂરત નથી કેમ કે આપણા પડોસીઓ બધાજ આ સમય દરમ્યાન બહારગામ જ છે…
છેલ્લે,
જરાપણ વધારે પડતી હોશિયારી કરવાની કોશીશ કરતાં નહીં…
હું ગમે ત્યારે તમને જાણ કર્યા સિવાય પાછી આવી શકુ છું.
હેપી વેકેશન…!!
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments