કહેવાય છે કે દરેક માણસ કોઈના કોઈ ઉદેશ્ય સાથે જન્મ લે છે અને એ ઉદેશ્ય શું છે પારકુ કોઈ નહિ પોતે જ નક્કી કરવું પડશે.
અહી બસ આ જ વાર્તા રજુ કરવાની છે.
એક શહેર હોય છે. એમાં પ્રાણીસંગ્રાલય હોય છે. એમાં ખુબ જ સુંદર તળાવ હોય છે અને તેની સાથે સાથે લીલા ઝાડ, રંગબેરંગી ફૂલોના છોડ બીજું ઘણું બધું હોય છે.
બહારથી જોવા આવતા લોકોને આ જગા ખુબ જ ગમે છે. જે લોકો એકવાર આ જગ્યા પર આવે એ બીજી વાર કોઈ સમયે આવ્યા વિના રહી જ ના શકે. એવી સુંદર જગ્યા હોય છે.
બહારથી આવતા લોકો રંગબેરંગી ફૂલોના વખાણ કરે, સુંદર તળાવના વખાણ કરે, પ્રાણીસંગ્રાલયમાં રહેતા પક્ષીઓના વખાણ કરે, સિંહ, વાધ, શિયાળ, હાથી, ગેંડો જોઇને તો બાળકોને નવાઈ લાગે, કેમ કે જે બાળકોએ ટીવીમાં કે ફોનમાં આ બધા પ્રાણીઓને જોયા હોય ત્યારે નાના લાગતા જ્યારે રૂબરૂ જોયા તો ખૂંખારલાગતા કે હમણાં જ એમની ઉપર એટેક ના કરે એ બીકમાં રહેતા.
અહી આ પ્રાણીસંગ્રાલયમાં એક ઝાડનું પાન આ બધું જોઈ રહ્યું હતું. એ થોડું ગુસ્સામાં હતું અને બીજી તરફ દુઃખી પણ હતું. કેમ કે એના કોઈ વખાણ નહતું કરતુ. આ જોઇને રડતું પણ હતું એકાંતમાં.
થયું એવું કે રવિવારનો દિવસ હતો. જે લોકોને નોકરી પર રજા હતી એ લોકો પોતાના પરિવાર સાથે આ જ પ્રાણીસંગ્રાલયમાં ફરવા માટે આવ્યા હતા. અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. સુસવાટા સાથે પવન ફૂંકાયો. આંધી જ આવી હોય એવું લાગી રહ્યું હતું. બધા પ્રાણીઓ અને પંખી ખુબ જ આવાજ કરવા લાગ્યા. થોડીવારમાં તો બધું ખેદાન મેદાન થઇ ગયું.
એક તરફ જે છોડ હતા ફૂલના એ બધા વેરાઈ ગયા બીજી બાજુ ઝાડના પાન પણ ઘણાખરા નીચે પડી ગયા. નાના જીવોનો તો જીવ સંકટમાં આવી ગયો હતો. હવે જે ફૂલ દુઃખી હતું અને ગુસ્સે હતું એ ફૂલ તળાવમાં પડ્યું. અને એ જ તળાવમાં એક નાનકડી કીડી પણ ડૂબી રહી હતી. તો એ પાંદડાએ જલ્દી જદલી ત્યાં જઈ એ કીડીનો જીવ બચાવ્યો બદલામાં કીડીએ એ પાંદડાનો આભાર માન્યો અને ધીમા અને થોડા રડું અવાજે બોલી આજે તમે ના હોય તો મારી મૃત્યુ નક્કી હતી. તમારો ખુબ ખુબ અભાર. આ સાંભળીને પાંદડાને થયું કે હું નકામો નથી, હું પણ કોઈના કામમાં આવી શકું છું. લોકો ભલે બીજા બધા સુંદર વસ્તુના અથવા વ્યક્તિના વખાણ કરે એને મારે શું ? હું પણ ખાસ જ છું બીજા સમજે કે ના સમજે !
બોધ [Moral] : ક્યારેય પણ પોતાની જાતને નકામી ના સમજવી. લોકો ભલે ગમે તેટલું કહે પણ પોતાનામાં શું ગુણ છે એ પોતાને જન હોવી જરૂરી છે.
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments