(Mother’s Unconditional Love) મમતા એટલે શું?
મમતાએ એવો શબ્દ છે જે કાનમાં પડતાં જ રોમરોમમાં બચપણ જાગૃત થઇ જાય છે.
માનો ચહેરો આંખો સામે તરતરવા લાગે છે, અને એવું મન થાય છે કે જાણે આપણે માંના પાલવમાં છુપાઈ જઈએ!
“માં” સાથેના આપણા ગાઢ અને ઊંડા જોડાણને મમતા કહે છે.
મમતા એ ચીજ છે કે આપણને બચપણમાં અવિરતપણે માતા દ્વારા મળતી રહે છે.
મમતા જ આપણા જીવનને ખરા અર્થમાં પ્રેમ, કરુણા અને સકારાત્મકતાથી ભરી દે છે; આવું છે માની મમતા નું મોલ અને મમતાનું અણમોલ વિજ્ઞાન.
સ્ત્રીનું હૃદય ફૂલ જેવું કોમળ છે અને પુરુષનું પથ્થર જેવું કઠણ.
“માં” ના એક અક્ષરની શક્તિ કેટલી જબ્બરદસ્ત છે! એક તરફ ના ત્રાજવામાં કેબેરના ધનભંડારો રાખવામાં આવે, ચૌદ ભુવનનું રાજ મુકવામાં આવે અને બીજી તરફના ત્રાજવામાં ‘માં’ એવો એક જ શબ્દ મૂકવામાં આવે તો ‘મા’ શબ્દ જે ત્રાજવામાં મુક્યો હશે તે ત્રાજવું અવશ્ય નીચે નમી જવાનું.
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments