૨૦ વરસના થયા ત્યાં લગી બાપા કહેતા હતા, તને આમાં ખબર ન પડે.
૨૫ વરસના થયા પછી પત્ની કહેવા લાગ્યા, તમને આમાં ખબર ન પડે.
૫૦ વરસના થયા પછી હવે સંતાનો કહેવા લાગ્યા છે કે તમને આમાં ખબર ન પડે.
સાલું, હવે તો સમજાતું નથી કે ખબર ક્યારે પડે ?
લગ્ન પછી પત્ની કેવી રીતે બદલાય છે:-
પહેલું વર્ષ: તમે જમી લો, ઘણા સમયથી કંઈ ખાધું નથી.
બીજું વર્ષ: રસોઈ તૈયાર છે, તમે હાથ-મોં ધોઇલો હું પીરસવાની તૈયારી કરું છું.
ત્રીજું વર્ષ: રસોઈ તૈયાર છે, જ્યારે જમવું હોય ત્યારે કહેજો.
ચોથું વર્ષ: મેં રસોઈ બનાવીને તૈયાર રાખી છે. મારે શોપિંગ કરવા જવું છે અને મને મોડું થશે, તમે જમી લેજો.
પાંચમું વર્ષ: કહું છું આજે રસોઈ બનાવી શકીશ નહીં, બહારથી લેતા આવજો.
છઠ્ઠું વર્ષ: જ્યારે જુઓ ત્યારે ખાવું, ખાવું અને ખાવું. હજી સવારે તો ભરપેટ જમ્યા હોય તેવો નાસ્તો કર્યો છે…!!
લગ્ન પછી પતિ કેવી રીતે બદલાય છે:-
(બહાર ફરવા જાય ત્યારે)
પ્રથમ વર્ષ: બેબી, ધ્યાન રાખ, ત્યાં એક ખાડો છે.
બીજું વર્ષ: અરે સ્વીટી, ત્યાં એક ખાડો છે.
ત્રીજું વર્ષ: દેખાતું નથી, ત્યાં ખાડો છે.
ચોથું વર્ષ: આંધળી છો? આવડો મોટો ખાડો નથી દેખાતો.
પાંચમું વર્ષ: ત્યાં ક્યાં ખાડામાં મરવા જા છો…!!
માણસ ચારથી કદી સંતુષ્ટ નથી થતો :
(૧) મોબાઈલ (૨) ઓટોમોબાઈલ (૩) ટી. વી. (૪) બી. વી. કારણ ? કારણ કે પડોશી પાસે હંમેશા સારું મોડેલ હોવાનું જ.
સંતાને સાઈકલનું પેંડલ જડયું ક્યાંકથી… એણે ઘરે જઈ પત્નીને આપ્યું અને કહ્યું : લે ઇસે સંભાલ કે રખ… કભી ઇસમે સાઈકલ ડલવાયેંગે…
લેક્ચરરની વ્યાખ્યા : એક એવી વ્યક્તિ જેને કોઈક સુતું હોય ત્યારે બોલ્યે રાખવાની કુટેવ હોય !
સંતાએ ઘર બંધાવ્યું ને એય પાછું બે માળનું… એણે ઉપરના માળે રંગ કર્યો… ને પછી નીચેના માળે લખી લીધું… ‘Same as above’ ઉપર પ્રમાણે…
બ્રુસ લી નું પ્રિય શાક ? મૂ-લી, નાસ્તો, ઈડ-લી. પ્રિય એક્ટ્રેસ ? સોના-લી, પ્રિય પ્રાણી ? બિલ-લી, હથિયાર ? ગો-લી, ટાઈમપાસ ? ખુજ-લી.
સરકારી ઓફિસની પરીક્ષામાં એક પાટિયું મારેલું હતું : અહી અવાજ ના કરવો. કોઈ અટકચાળાએ નીચે એક લીટી ઉમેરી દીધી :
નહીતર કદાચ અમે ઊંઘમાંથી ઊઠી જઈએ.
ખુદી કો કર બુલંદ ઈતના કી હિમાલય કી ચોટી પે જા પહોંચે. ઔર ખુદા તુમસે ખુદ પૂછે : બેટા, આ તો ગયા અબ ઊતરેગા કૈસે?
કંઈ કેટલીય છોકરીઓ સપનાં જોતી હોય છે કે એક દિવસ એક રાજકુમાર ઘોડા પર સવાર થઈને આવશે….
ખરેખર ! હવે પેટ્રોલના ભાવ જોતાં એ સપનું સાકાર થાય એવા દિવસો નજીક આવી રહ્યાં છે…
વ્યક્તિ લગ્ન પહેલા ‘એરટેલ’ જેવી હોય છે. ઐસી આઝાદી ઔર કહા ? ને લગ્ન પછી ? ‘હચ’ જેવી : Wherever you go, network follows.
સંતા એ વિમા એજન્ટે ફોર્મ ધર્યું Sign એવું લખ્યું હતું. સંતાએ ફટ દઈને લખી દીધું : Leo (સિંહ રાશિ)
શાહજહાએ તાજમહેલને અંદર, બહાર ફરીને ધ્યાનથી જોયો. દીવાલો અને છત… બધું જોઇને પછી બબડયો : મજાક મજાક મેં બહોત ખર્ચા કર ડાલા….
ગેલીલિયો દીવાના અજવાળે વાંચતા, ન્યૂટન મીણબત્તીમાં વાંચતા, આઈન્સ્ટાઈન શેરીના દીવા હેઠળ વાંચતા. મુઝે યહ સમજ મેં નહિ આતા કી યે સાલે સબ દિન મેં ક્યાં કરતે થે?
તમારા પત્નીનો જન્મદિવસ યાદ રાખવાનો અસરકારક કીમિયો બતાવું ?
બસ એકવાર ભૂલી જવાની હિંમત કરી જુઓ… પછી કદી નહીં ભૂલો..
મારા મિત્રના સપનામાં એના દાદા આવ્યા અને કહ્યું તમારે જેટલા પાપ કરવા હોય એટલા કરજો, કેમકે અહી નર્કમાં અમને દીવાલ ઉપર માંડ-માંડ જગ્યા મળી છે.
છોકરી ઓ નું દિલ પાણી જેવું હોય છે
અને
છોકરા ઓ નું દિલ મોબાઈલ જેવું …
મોબાઈલ પાણી માં પડે કે પાણી મોબાઈલ પર બરબાદ મોબાઈલ જ થાય છે…
પત્ની એને કહેવાય જે લગ્ન પછી ૧૦-૧૫ વર્ષ સુધી ટોકી ટોકીને તમારી બધી જ આદતોને બદલતી રહે અને પછી પાછી એની એ જ આવું કહે : ‘તમે હવે પહેલા જેવા નથી રહ્યા.’
એક જાહેર દીવાલ પર લખ્યું હતું : વાંચવાવાળો ગધેડો…
ગુસ્સે થયેલા મગને લખાણ ભૂંસી નાખ્યું અને લખ્યું ‘લખવાવાળો ગધેડો…
મુર્ખાઈની પરાકાષ્ઠા : કાચના બારણાના કી-હોલમાંથી જોવું તે.
ફેશનની પરાકાષ્ઠા : કોઈને કોરું વિઝીટીંગ કાર્ડ આપવું તે…
કંજુસીની પરાકાષ્ઠા કઈ ? મારવાડી સેકન્ડ હેન્ડ નેનો ખરીદવાની રાહ જુવે. એમાંય જો ગેસ કીટ ફીટ કરેલ હોય તો પેલી પસંદગી….
રજનીકાંત ગીતાર વગાડતો હતો.. અવકાશમાંથી એક એલિયને આવીને વિનંતી કરી : મારો દીકરો વાંચે છે, જરા ધીમેથી વગાડશો ભાઈ !
હોશિયાર, બુધ્ધિશાળી, સુંદર, પ્રેમાળ, સમજુ, સ્વાદિષ્ટ ભોજન બનાવનારી ધર્મપત્ની મળી છે એવું કોઈ કહે તો એ ઘટનાને તમે શું કહો ? કઈ નહીં…. અફવા કહું, બીજું શું કહું ?
જો ડોક્ટર ફિલ્મ બનાવે તો કેવા શીર્ષકો રાખે ?
ઓપીડી સે ઘર તક / દો પેશન્ટ બારહ ડોક્ટર / કાશ એ પેશન્ટ હમારા હોતા… / ઓટી કે ઉસ પાર / મુઝે પેશન્ટ મિલ ગયા… / મેરા પ્રિસ્ક્રીપ્શન તુમ્હારે પાસ હૈ… / મેરા સ્ટેથો તેરા દિલ… / હમ આપકે લંગ્ઝ મેં રહતે હૈ.
છગને એક સામાયિકમાં જાહેરાત આપી : ‘પ્રિય વાચકો, હું ગાંધીજીના ફોટા ભેગા કરું છું. તમે મદદ કરી શકો છો. તમારા ઘરમાં જેટલી પણ 500/1000 રૂપિયાની નોટ હોય એ મને મોકલી દેવા વિનંતી.’ (નોટબંધી સ્પેશ્યલ)
આવનારી ફિલ્મોના નામ:- (સોશ્યિલ મીડિયા વાપરવાના નવા કાયદા કાનૂન પછી…)
જબ વી ચેટ
નમસ્તે ફેસબુક
હમ આપકે હે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ
સાત ગાલી માફ
હમ લાઇક કર ચુકે સનમ
કભી રિલેશનશિપ કભી સિંગલ
મેને પોક ક્યું કિયા
મુજસે ચેટિંગ કરોગે…..
जब अमेरिका में लाइट जाती है तो वे पावर ऑफिस में फोन करते हैं।
जब जापान में लाइट जाती है तो फ्यूज चेक करते हैं।
और जब अपने भारत में लाइट जाती है तो सबसे पहले बाहर निकलकर देखते हैं कि सबकी गई है न.. फिर राहत की सांस लेते हैं।
जो अमृत पीते हैं उन्हें देव…
और
जो विष पीते हैं उन्हें ‘महादेव’ कहते है…
लेकिन विष पीकर भी जो अमृत जैसा मुंह बनाए उसे
‘पतिदेव’ कहते हैं…
लड़की फ्रेंड बनती है तो शादी जैसी फिलिंग भले ही न आती हो…
पर जब block करती है तो माँ कसम तलाक जैसी फिलिंग जरूर आने लगती है।…
એક બસની પાછળ આવું લખ્યું હતું :
અગર ખુદાને ચાહા તો મંઝિલ તક પહૂંચા દુંગા ઔર અગર આંખ લગ ગઈ તો મા કસમ, ખુદા સે હી મિલવા દુંગા.
કોઈ નો અકસ્માત થાય ત્યારે…..
કોઈ નો અકસ્માત થાય ત્યારે બધા ના અલગ અલગ નિવેદનો …..
અમેરીકન : ઓહ માય ગોડ !
પાકિસ્તાની : યા અલ્લાહ !
…
સાઉથ આફ્રીકન : ઓ….. લા લા !
ગુજરાતી : બઉં હવા મારતો હતો ને …. ઘુસાડી દીધી
એક માણસ- ભૈયા વાળ નાના કરી નાખો.
નાઈ- કેટલા નાના કરવાના છે ભાઈ !!
માણસ- આટલા નાના કરી નાખો કે પત્નીના હાથમાં ન આવી શકે !!
ધારો કે તમે પત્ની સાથેની દલીલબાજીમાં જીતી ગયા. હવે શું કરશો ? એની માફી માગી લો ભાઈ, જો શાંતિથી જીવવું હોય તો.
પતિ જોઈએ છે’ એવી જાહેરાતના જવાબમાં એક હજાર સ્ત્રીઓએ લખ્યું : અમારો લઈ જાઓ.
સંતા એ ઘોડાઓ વિશે ૨૦૦ પાનાની ચોપડી લખી. શીર્ષક હતું : ઘોડા કઈ રીતે દોડે છે ? પ્રથમ પાના પર લખ્યું હતું : ઘોડા કઈ રીતે દોડે છે ? …બાકીના ૧૯૯ પાના પર લખ્યું હતું : તબડક… તબડક… તબડક…
પોતે ખોટી હોય અને સરન્ડર થાય એ વ્યક્તિને પ્રામાણિક કહેવાય, જેને પોતાની વાત બાબતે ખાતરી ન હોય અને સરન્ડર થાય એને ડાહી કહેવાય પણ જે વ્યક્તિ સાચી હોય છતાં સરન્ડર થઇ જાય એને પતિ કહેવાય.
સંતાએ છાપામાં વાંચ્યું : માઈક્રોસોફ્ટવાળાએ ૪ લાખ ડોલરમાં યાહૂ મેસેન્જર ખરીધ્યું.
માથું ખંજવાળી સંતા બબડયો : અરે પાપે, ખરીદા કયું ? ડાઉનલોડ કર લેતા તો…
દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઈચ્છો છો? સહેલું છે યાર ! હાથી પર શીર્ષાસન કરો, ફોટો પડાવો ને પછી ઊંધો લટકાવી દો. પછી જોઈ લો મજા !!
પોલીસ
હથકડી હૈયાની નહીં તૂટી શકે ! મુજ વિના કોઈ નહીં લૂંટી શકે ! તું ભલે ઝડપાઈ મારા પ્રેમમાં, પણ વગર હપ્તે નહીં છૂટી શકે !
દૂરદર્શનનો ઉદ્દઘોષક
પ્રેમનું આ છે પ્રસારણ દિલની ચેનલ વન ઉપરહે પ્રિયે ચેનલ બદલ ના વાત લેજે મન ઉપરખેંચ ના સિરિયલ હવે સંબંધની દર્શનેએક એપિસોડ તો કર પાસના દર્શન ઉપર.
સુથાર
છોલવું કારણ વિના એ એમની લત હોય છે પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે એમની પાસે નજરની એક કરવત હોય છે.
દરજી
ગાજ-ટાંકામાં નવું શું ? રોજ એ કરતો રહું ? પ્રેમનો ગ્રાહક મળે તો રોજ છેતરતો રહું, આમ તો કાતર જૂની છે, તોય રઘવાયી રહેપારકા તાકા મળે તો રોજ વેતરતો રહું !
સેલ્સમેન
સાવ રીઝનેબલ અમારા રેટ છે ,પ્રેમપત્રોનું અસલ પેકેટ છે, હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ, વાપરો તો દિલ મફતમાં ભેટ છે
લુહાર
ઘણની સાથે કોની જોડી હોય છે ? લાગણી ટીપી ને તોડી હોય છે બેવફા તારા હૃદયની એરણે રોજ બદલાતી હથોડી હોય છે !
ટપાલી
તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું, તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું, હુંકોની કૃપાથી હું ઘસું છું, તારા ઉંબરા? પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !
ક્રિકેટર
છે પ્રિયે લિમિટેડ ઓવર્સ, ને પ્રણયની ખેંચ છેડેડ-પીચ પર ચાલતી આ એક વન-ડે મેચ છે, થર્ડ અમ્પાયરને વચમાં નાંખ ના, આ પ્રેમ છે આપણો સંબંધ શું છૂટી ગયેલો કેચ છે.
નવા સંશોધન મુજબ વૈજ્ઞાનિકો કહે છે કે જગતની 1 ટકા મહિલાઓ માનસિક બિમારીની દવાઓ લે છે.
ટૂંકમાં ચેતજો ! 99 ટકા મહિલાઓ યોગ્ય દવાઓ વિના છૂટ્ટી ફરી રહી છે !
પઠાન- કૉફી શૉપમાં વેટરથી- એક કૉફી કેટલાની છે?
વેટર- સર 50 રૂપિયાની
પઠાન- સામે વાળી દુકાન પર તો 1 રૂપિયા લખ્યુ છે.
વેટર- ઓય.. ધ્યાનથી વાંચ, કૉફી નહી કૉપી લખ્યુ છે. ઝેરોક્ષની દુકાન છે તે…!
સ્ત્રોત: ઈન્ટરનેટ અને વૉટ્સઅપ ફોરવર્ડ મેસેજ માંથી…
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments