‘શરમનું એક સરનામું’: ગુજરાતી લેખ જેમાં શરમના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
એક ખૂબ અમીર ઘર અને એક ખુબ ગરીબ ઘર આજુબાજુમાં રહેતા હતા.
એક દિવસ ગરીબ ઘરના બહેન, અમીર બહેન પાસેથી થોડીક ખાંડ ઉછીની લેવા ગયા.
અમીર ઘરના બહેને તેને ઉછીની ખાંડ આપી દીધી .
બીજા દિવસે અમીર ઘરના બહેન, એ ગરીબના ઘરે મીઠું (નમક) ઉછીનું લેવા ગયા. ગરીબ ઘરના બહેને મીઠું આપી દીધું. એ જોઈને આમિર બહેનના પતિએ શાંતિથી પત્ની ને પૂછ્યું કે ,"મીઠું હોવા છતાં તે મીઠું કેમ ઉછીનું લીધું?"
હવે અમીર બહેનનો જવાબ ધ્યાન થી સાંભળજો.
અમીર બહેને જવાબ આપ્યો કે, એ લોકો ગરીબ છે એટલે એની પાસે બીજું કઈ ન હોય, પણ મીઠું તો હોય જ; એટલે એમને એમ થાય કે અમીરને ગરીબની ક્યારેય જરૂર પડે છે, જેથી બીજીવાર એ લોકોને કઈ પણ જોઈતું હોય તો આપણી પાસેથી લેવામાં શરમ પણ ન લાગે અને પોતાને ક્યારેય નાના પણ ન સમજે.
બસ, આપણા સમાજમાં આવા લોકોની જ જરૂર છે કે જે ગરીબને પણ માણસ સાંજે અને મનમાં એવો વહેમ પણ ન રાખે કે મારે કોઈની જરૂર નથી. જરૂર તો ધૂળની પણ પડી શકે છે.
તમને આ વાર્તા કેવી લાગી તે જરૂર થી નીચે કોમેન્ટ બોક્સ માં લખજો! 🙏
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments