અજાણી સમુદ્રની દુનિયા કેવી છે? જાણો દરિયાની અંદરનું જીવન અને રહસ્યો.
પૃથ્વીનો 70 % ભાગ પાણીથી ઘેરાયેલો છે, એવા કેટલાય જીવ ધબકે છે. જેનો આપણને ખ્યાલ પણ ના હોય.જિજ્ઞાસાને લીધે જ માનવ આ બધી વસ્તુઓને જાણી શક્યો છે. નેશનલ ડીસ્કવરી ચેનલ પર વાઇલ્ડ લાઇફ અને ઓશન લાઇફને લગતા ઘણા ડોક્યુમેન્ટરી બન્યા છે.
ઍવરેજ સમુદ્ર બાર હજાર ફીટ સુધી ઉંડો હોય છે. અને તેમા 50 થી 70 ફીટ સુધીના મહાકાય અને સાથે સાથે કીડીની સાઇઝની માછલીઓ અને અન્ય અજ્ઞાત જીવો ધબકતા હોય છે. આ વાત ખુબ વિસ્મયકારક લાગે છે.
સમુદ્રના વિશ્વને લગતા કેટલાક પિક અહી અપલોડ કર્યા છે.આશા રાખુ છુ પસંદ આવશે.
જો તમને સમુદ્ર ની ઊંડાઈ અને તેમાં આવતા જીવો વિશે જાણવું હોય તો તમે આ લિંક પર જોઇ શકો છો. તમારે ખાલી નીચે ની બાજુ સ્ક્રોલ કરતુ જવાનું રહેશે!
ફ્લાવર હેટ જેલી


આ ઍક રેર સ્પિશિઝ છે જે વેસ્ટર્ન પેસીફિક સમુદ્રમા જોવા મળે છે. જે ફુલ જેવી લાગે છે અને ઘણા કલરમા હોય છે, વાદળી, સફેદ, ચમકતા સોનેરી રંગની, અવતાર મૂવીમા આવે છે એવી જ...તે રિવર્સ ઍજિંગ કરી શકે છે.
ક્લાઉન ફીશ

"ફાઇન્ડિંગ નેમો" મુવીમા જે કેસરી રંગની માછલી તે આ...ઍક બ્યુટીફુલ માછલી છે જે પીળા, કેસરી, લાલ રંગમા પણ હોય છે.
સી પેન

આ દેખાવમા માથામા ઓળવાના કાંસકા કે પીંછા જેવી લાગે છે પણ ખરેખર એક જીવ છે જે ન્યુઝીલેન્ડના સમુદ્રો જોવા મળે છે.
ડોલ્ફીન

આને તો બધા જાણે છે. ડોલ્ફીન ઍક સુંવાળી ચામડી ધરાવતુ બુદ્ધિશાળી પ્રાણી ગણાય છે. એના શરીરના આકારને લીધે એ આપણી સામે હસતુ હોય એવુ પ્રતિત થાય છે પણ ઍ વાસ્તવમા સ્માઇલ નથી હોતુ. કહેવાય છે કે ડોલ્ફીન પાસે અલ્ટ્રાસાઉન્ડ સેન્સર હોય છે. તે પ્રેગનન્ટ સ્ત્રીને પારખી શકે છે. માણસ જાત પોતાના મનોરંજન માટે ડોલ્ફીનને પીડા આપતો જોવા મળે છે. આ યોગ્ય નથી.
મારસ ઓર્થોસેના (marrus orthocanna)

આ રોકેટ કે આગના ધુમાડા જેવુ લાગે છે...તે 3300 ફીટની ઉંડાઇએ જોવા મળે છે. તે દેખાવમા પારદર્શક અને ઘણા અવયવો ધરાવે છે.
બ્લ્યૂ રીંગ ઓકટોપસ

શરીર પર વાદળી ટપકા વાળુ આ ઓક્તોપસ સુંદર દેખાય છે પણ ખતરનાક હોય છે. જો એનુ ઝેર લાગી જાય તો મગજની નવર્સ સિસ્ટમ ખોરવી નાખે છે. અને તમને બે ક્ષણમા જ પેરેલાઇઝ કરી શકે છે. જોવાની દ્રષ્ટિ પણ ખરાબ કરી શકે છે, મતલબ એનુ ઝેર તમને આંધળા કરી શકે છે.
ફ્લાઇંગ બટરફ્લ્ય ફિશ

આ માછલી પતંગિયા જેવી હોય છે.
આની સાથે ટાઈગર શાર્ક, સ્ટાર ફિશ, સી હોર્સ, ગ્રેટ વ્હેલ અને બીજા અગણિત જીવો, જહાજોના કાટમાળ, ભંગાર વગેરે બીજું અગણિત સમુદ્રની અંદર હોય છે.
લેખક: કિશન સુમરા, લેખ સંપાદન: રક્ષિત શાહ
પ્રોજેક્ટ Deep Sea - નીલ અગરવાલ દ્વારા.
તમે આ Deep Sea પ્રોજેક્ટથી સમુદ્ર ની અંદર લટાર મારી આવ્યા! તમને બ્રહ્માંડની દુનિયા માં લટાર મારવી છે?
પ્રોજેક્ટ Space / બ્રહ્માંડની દુનિયા
આ બ્રહ્માંડની દુનિયા માં તમારે જમણી બાજુ સ્ક્રોલ કરતુ રહેવાનું છે! જુઓ કેટલું વિશાળ મહાકાય બ્રહ્માંડ છે!
વાંચવા માટે ધન્યવાદ. 🙏
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments