જ્યારે હાસ્યની વાત આવે છે, ત્યારે ગુજરાતીના લોકોને તેમની ઉદાહરણો અને પરંપરાગત જોક્સમાં દખલ છે. ગુજરાતી જોક્સ તેમની રંજકતા અને નિખાલસતાના કારણે જાણીતા છે. કોઈપણ પ્રસંગ કે આનંદનો ઊંચો મસ્ત મોજ આપતી હાસ્યની પળો અમે જીવનમાં યાદ રાખીએ છીએ. આવી પળો સંબંધોને મજબૂત બનાવે છે અને દરેકની માથામાં સ્મિત લાવે છે. છેવટે, હાસ્ય એ જ જિંદગીનો મસાલો છે, જે આપણા દિવસોને વધારે સારા બનાવે છે.
-
1 ફય અને ફુવા
એક ક્લાસ માં એક છોકરી ને બધા "ફય" "ફય" કહી ને ચીડવતા હતા.
એક દિવસ એ છોકરીએ આ વાત માસ્તર સાહેબ ને કિધી.
માસ્તર સાહેબ કહ્યું: જે છોકરાઓ આને ,"ફય" "ફય" કહી ને ચીડવતા તે બધા ઊભા થઈ જાય.
પણ આખા ક્લાસમાં એક ભૂરો બેઠો રયો.
માસ્તર સહેબે પૂછ્યું: તું આને "ફય" "ફય" કહી ને ચીડવતો નથી?
ભૂરો કયે: સાયબ હું તો "ફુવા" છું.
-
2 શુભ દશેરા
જલેબી સ્ત્રીલિંગ જ છે..
એના બે કારણો છે..
સૌ પ્રથમ તે મીઠી છે,
બીજું, તે ક્યારેય સીધી રહી શકતી નથી..
અને ફાફડા પુરુષ જેવા ?
મેળ પડે કે ના પડે જલેબી જોડે ગોઠવાઈ જ જાય..
-
3 એક-બે શેર…
-
4 મોજીલો મુવી ડિરેકટર
મુવી ડિરેકટર કહે : હવે તારે
આ સીનમાં 10 માં માળેથી કૂદવાનું છે.
નવો એકટર : સર,
પણ મને કંઇ થઇ ગયું તો?
ડિરેકટર : અરે ચિંતા ના કર,
આ મુવીનો છેલ્લો જ સીન છે.
-
5 આઈફોન 16 કે ઇલેકટ્રીક સ્કૂટર
ચકો: "શું ભૂરા પછી "આઈફોન 16" લીધો કે નહિ.?"
ભૂરો : ના, પછી માંડી વાળ્યું. એને બદલે નવું એક "ઇલેકટ્રીક સ્કૂટર" લીધું છે. જેની સાથે વાતચીત કરવાની હોય તેને ઘરે જઈ ને મળીને વાતચીત કરી આવું છું. સસ્તું પડે છે, વળી જેના ઘેર જઈએ ત્યાં ચા-પાણી-નાસ્તો પણ કરી આવું છું.
હવે ચકો, ભૂરાના ભાઈબંધ અને બધા સગાઓ ભેગા મળીને ભૂરાને આઈફોન 16 લઇ આપવાના છે.!!
-
6 શિકારી દાદા
એક ભાઈ આર્ટ ગેલેરીમાં ગયા. ત્યાં એક ફોટો તેમને બહુ ગમી ગયો. ફોટામાં મોટા સિંહનો શિકાર કરેલો શિકારી હતો. ભાઈની ફોટો ખરીદવાની ઈચ્છા થઈ ગઈ કિંમત 5000/- રૂ. હતી. ભાઈના ખિસ્સામાં 4500/- રૂ. હતાં. તેમણે એટલી કિંમતમાં ફોટો માંગ્યો પણ વેચનારે ભાવ ઓછો ન કર્યો. ખૂટતા પૈસા લેવા ભાઈ ઘરે જઈ પાછા આવ્યા ત્યાં સુધીમાં ફોટો બીજું કોઈ ખરીદીને લઈ ગયું હતું.
છ મહિના પછી એક મિત્રને ત્યાં જમવા આમંત્રણ હતું. ત્યાં ગયા તો શિકારી અને સિંહ વાળો ફોટો હોલમાં લાગેલો જોયો. ભાઈએ મિત્રને તે ફોટા વિશે પૂછ્યું. મિત્રએ કહ્યું - "મારા દાદાનો ફોટો છે. તે બહુ બહાદુર શિકારી હતા. અંગ્રેજો પણ તેમને બહુ માનતા. ખૂંખાર વાઘ-સિંહનો દાદા આસાનીથી શિકાર કરી લેતા. દાદા તો અમારા પરિવારની શાન છે"
એ સાંભળીને ભાઈએ કહ્યું કે -"તે દિવસે 500 રૂ. ખૂટયા ના હોત તો આજે આ મારા દાદા હોત".
-
7 મરચાનો ધંધો
ભુરી: કહું છું, સાંભળો, આપણા પાડોશી ચકાભાઈ એમની પત્નિ ચકીબેનને કેટલો પ્રેમ કરે છે ખબર છે? ચકીબેનના જન્મદિવસે તેમને ફુલોના ઢગલા પર બેસાડીને ફુલપાંદડીઓ વરસાવે છે, બોલો... !
ભૂરો: ગાંડી, કાઈં જાણ્યા કર્યા વગર વાદ નો કરાય, પસ્તાવાનો વારો આવે, તને ખબર છે ને? ચકાભાઈ ને ફુલ નો ધંધો છે અને આપડે મરચાનો, ને એય પાછા લાલ...!!
-
8 એકવા થર્મલ ટ્રીટમેન્ટ ઓફ સિરામિક, એલ્યુંમીનીયમ એન્ડ સ્ટીલ અંડર અ કોનસ્ટ્રેટ એનવાઈરોનમેન્ટ ?
ભૂરાએ વર્ષો પછી સ્કૂલના જૂના મિત્રને ફોન કર્યો અને અને પૂછ્યું કે શું કરે છે?
ચકો: હું એક ખાસ પ્રોજેક્ટ ઉપર કામ કરું છું "એકવા થર્મલ ટ્રીટમેન્ટ ઓફ સિરામિક, એલ્યુંમીનીયમ એન્ડ સ્ટીલ અંડર અ કોનસ્ટ્રેટ એનવાઈરોનમેન્ટ".
ભૂરો તો અંજાઈ ગયો " વાહ, મારો ભાઈબંધ ચકો વાહ", પછી બીજે દીએ ખબર પડી કે ચકો તો પત્નીની દેખરેખ હેઠળ ભાણા ઉટકતો હતો.
-
9 ચંપલની દુકાન ખોલવી જોઇએ કે નહિ?
ભૂરો: મેડમ તમે એક્ટિવા રોકવા પગ કેમ ઘસડો છો..? બ્રેક કેમ નથી મારતા..???
મેડમ : કારણ કે બ્રેકના લાઇનર 350 ના આવે છે,
અને લેબર ના 200 થાય...
જ્યારે ચંપલ 70 રૂપિયાના...!!!
ભૂરાએ ગેરેજ બંધ કરીને ચંપલની દુકાન શરૂ કરી દીધી છે.
-
10 ફળ…
પતિ : તું બજારમાંથી ફળ લઈ આવી.
પત્ની : ના.
પતિ : લે કેમ?
પત્ની : આખી બજાર ફરી પણ ઓલો ધીરજ ક્યાંય મળ્યો જ નહીં ને.
પતિ : કોણ ધીરજ?
પત્ની : લે તમે જ તો કહ્યું હતું કે ધીરજના ફળ મીઠા હોય છે.
-
11 IPO નહિ ભરતો
હમણાં એક છોકરાની સગાઇ તુટી ગઇ…
કારણ જાણવા મળ્યુ કે એ છોકરો IPO નો’તો ભરતો…
છોકરીવાળાએ એવુ કીધું કે જે છોકરો IPO નથિ ભરતો ઇ અમારી દિકરીની માંગ કઇ રીતે ભરશે…?
બોવ_કરી
-
12 માંગુ આવ્યુ...
ઉંદર:- ડાર્લિંગ..આપણી પરી માટે માંગુ આવ્યુ છે....
ઉંદેડી:- મુરતીયો શું કરે છે..?
ઉંદર:- એ અનાજના ગોદામનો સુપરવાઇઝર છે... વીસ વીઘા ખેતર નીચે દર નુ નેટવર્ક છે... સ્નેકપ્રુફ પેન્ટ હાઉસ છે... બીલાડી થી બચાવ ની ટિપ્સ ના ક્લાસીસ ચલાવે છે.
ઉંદેડી:- તો પછી હવે ચું કે ચા કર્યા વિના ગોળ ધાણા કાતરી ખાવ…!!
-
13 આવકનું સાધન
તમારી આવકનું સાધન શું છે ?
પકો : તબલા..
પણ તમને તો કોઈ દી તબલા વગાડતા સાંભળ્યા નથી !!
પકો : નો જ સાંભળો ને
સોસાયટી વાળા ,...
ન વગાડવાના
મહિને 15000 આપે છે !!
-
14 સવારનું સપનું
ગઈકાલે હું અને મારી બાયડી અમે બંને છોકરાઓને લઈને મેળામાં ગયા,
પછી છોકરાઓની સાથે ફેરિસ વીલમાં બેઠા,
પછી રોલર કોસ્ટરમાં બેઠા,
અંતે છોકરાઓની જીદના કારણે મેરી ગો રાઉન્ડમાં પણ બેઠા,
પછી તો
પાણી પૂરી ખાધી,
મોમોસ ખાધા,
પાવભાજી ખાધી,
મજા મજા કરી,
અમે રાત્રે લગભગ સાડા દસ વાગ્યે ઘરે પહોંચ્યા,
થાક એટલો લાગ્યો કે ઘરે આવતાવેંત જ સૂઈ ગયા,
હવે એટલો બધો થાક લાગ્યો છતાં રાત્રે અચાનક ઉંઘ ઉડી ગઈ,
ઘડિયાળમાં જોયું તો વહેલી સવારના પાંચ વાગેલા,
પછી મને થયું કે યાર,
.
.
.
.
.
.
.
કેવા કેવા સપના આવે છે નઈ,
તમને શું લાગે છે કે વહેલી સવારનું સપનું સાચું પડશે??
-
15 મૂર્ખ કોણ?
શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું.: "પોતે મૂર્ખ છે એવું જેમને લાગતું હોય તેમણે ઉભા થવું!"
કોઈ જ ઉભું ન થયું, આખરે ભૂરો ઉભો થયો.
શિક્ષક: "કેમ તું તારી જાતને મૂર્ખ સમજે છે?'"
ભૂરાએ ઠાવકાઈથી કહ્યું: "અહં, એવું નથી અને હું મૂર્ખ પણ નથી, આતો તમે એકલા જ ઊભા છો એ મને નાં ગમ્યું અને તમે એકલા આખા ક્લાસમાં સારા પણ નાં લાગો, એટલે!"
આગળ ભૂરો અને પાછળ ચંપલ લઈને સાહેબ..!
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments