2050માં દુનિયાની અંદર શું બદલાશે? જાણવા માટે વાંચો
ભવિષ્ય અંગેનું ખાસ શાસ્ત્ર Futurology છે.માનવીને પોતાના ભવિષ્યમાં હંમેશા કુતૂહલ રહ્યું છે એટલે જ્યોતિષીઓનો ધંધો સારો ચાલે છે. આવી કલ્પના માનવીને તેના ભવિષ્ય માટે સજ્જ થતાં અને આયોજન કરતા પણ શીખવે છે એટલે આવી કલ્પનાઓ પછી ભૌતિક રીતે સાકાર પણ થાય છે.
જૂલે વર્ન મહાન ભવિષ્યવેત્તા સાહસ કથાના લેખક હતા. ૨૦ મી સદીમાં પરગ્રહો પર ચડાઈ, રોકેટ, પાતાળ પ્રવેશ, સબમરીન, પૃથ્વીથી ચંદ્રનું અંતર તેમણે કહેલું તે સાચું પડેલું અને તે NASA એ આપેલા અંદાઝ થી થોડા મીટર વધુ ઓછું છે.
હવે ક્યાં ક્યાં શું શું થઈ શકે તેની કલ્પના કરીએ.
• કોરોનાને લીધે અત્યારે જે પરિવર્તનો કામકાજ, ઓફિસ, વગેરે માં દેખાય છે તે કદાચ સ્થાયી થઈ જશે. ઇ-બેઠકો, વર્ચુઅલ મીટીંગ, ઘરથી કામ,અભ્યાસ વગેરે વધુ આગળ અને સારા થશે.
• પરિણામે, ઈન્ટરનેટ લોકોનો મૂળભૂત અધિકાર ગણાશે અને કલ્પના ના થઈ શકે તેટલો સારો સુધારો આવશે. બ્લોક ચેઈન ટેકનોલોજી સામાન્ય બની જશે.
• ખેતીમાં જમીનો બહુ રહેશે નહિ એટલે વર્ટીકલ ખેતી માટેના ટાવર ઊભા થશે અને માટી વિના ખેતી નો Hydroponics નો ખુબ પ્રચાર થશે.ઓર્ગેનિક ચીજો ફરજિયાત થતાં લોકોના આરોગ્યમાં સુધારો થશે.
• વિશ્વની ૭૦% કરતા વધુ વસ્તી શહેરોમાં હશે એટલે જાહેર પરિવહનના શ્રેષ્ઠ સાધનો વિકાસ પામશે. Hyperloop, બુલેટ ટ્રેન, પોડ કાર, ડ્રાઇવર વિનાની સ્કાય કાર, મોટા ડ્રોન દ્વારા પહાડી વિસ્તારોમાં માલસામાનની, માણસોની હેરફેર થશે. સોલાર સ્કાય ટેક્સી સામાન્ય બનશે.
• ડ્રોન દ્વારા ચીજોની હોમ ડિલિવરી સામાન્ય હશે.
• શરીરમાં એવી ચિપ્સ મુકાશે કે લોકો કોઈનું અપહરણ નહિ કરી શકે કે કાર ચોરી પણ બંધ થઈ જશે.
• શરીરના અગત્યના અંગો જેવા કે કિડની, હ્રદય, લિવર, આંખો વગેરે મૃત્યુ પછી ફરજિયાત કાઢી લેવાય તેવુ પણ બનશે જેથી લાખો દર્દીઓને ફાયદો થાય.ચીનમાં અત્યારે કેદીઓને ફાંસી આપ્યા પહેલા અંગો કાઢી લેવાય છે તેવું સાંભળ્યું છે.
• સોલર, હાઇડ્રો, વિન્ડ પાવર, હાઇડ્રોજન ગેસ વગેરે ની બોલબાલા થતા પર્યાવરણમાં મોટો સુધારો થાય અને પેટ્રોલિયમ પેદાશોના જોર પર દુનિયાને પરેશાન કરતા અરબ દેશો પાછા હતા તેવા ઊંટ અને બેદુઈન કબીલા ભેગા થઈ જશે. પેટ્રોલ, ડીઝલ કોઈ લેશે નહિ અને જો પર્યાવરણ ની કાળજી નહિ લેવાય તો સ્ટીફન હોકિન્સ દ્વારા આગાહી હતી કે આગામી ૬૦૦ વર્ષમાં પૃથ્વી રહેવાલાયક નહિ રહે તેમાં હવે ઉમેરો થયો છે કે આગામી ૪૦ વર્ષમાં જ અવળી અસરો શરૂ થઈ જશે.
• આમ બને તો એશિયા, આફ્રિકાના દેશોનો સુવર્ણ યુગ શરૂ થાય કેમકે સોલર માટે વર્ષના ૩૦૦ દિવસ સૂર્ય પ્રકાશ સરેરાશ હોય છે જેથી યુરોપ,અમેરિકા વગેરેનું સાપેક્ષ મહત્વ ઘટશે.
• અમેરિકા મહાસત્તાનું સ્થાન ધીમે ધીમે ગુમાવશે.
• ભારત સલામતી સમિતિમાં કાયમી સભ્ય બનશે.
• ૨૦૫૦ સુધીમાં ભારત મૂળના કોઈ અમેરિકાના પ્રેસિડેન્ટ બનવા તરફ આગળ વધશે તેવી ચોક્કસ સંભાવના છે.કદાચ ગુજરાતના કોઈ પટેલ પણ થાય તો અત્યારે જેમ સુરતમાં ચુંટણી હોય ત્યારે સૌરાષ્ટ્રમાંથી બસો ભરાઈને સૂરત ઉપડે છે તેમ ભારતથી વિમાનો ભરાઈને સૌ અમેરિકા પ્રચાર કરવા જાય તેવું દેખાય છે
• દુનિયામાં મધમાખીઓ ભયજનક રીતે ઘટી જતાં તેની સાચવણી,વૃદ્ધિ માટે ખાસ વ્યવસ્થા થશે. નહિતર ખેતી બગડી જશે.
• ૨૦૫૦ સુધીમાં કાંતો દુનિયા એકદમ સુરક્ષિત,સગવડો અને સલામતી થી ભરપુર અથવા પર્યાવરણ નહિ સચવાય તો વાતાવરણની ગરમીથી ભયાનક કુદરતી આફતો આવશે. માનવજાત ઘણી લુચ્ચી છે એટલે મોટાભાગે તો પર્યાવરણ માટે મોટા પગલાં ફરજિયાત બનશે.
• મંગળ પર આવન જાવન શરૂ થઈ હશે. અવકાશમાં તરતા Hubble telescope દ્વારા મોટા સંકેતો પરગ્રહના નિવાસીઓ દ્વારા મળે તે ૨૧ મી સદીની મોટી રોમાંચક ખબર હશે.
• કોઈ મોટા asteriod ને ખેંચી લાવી તેમાંથી લોખંડ, ચૂનો, સોનું કે Aluminium વગેરે લેવાનું શરૂ થશે.
• સમુદ્રમાં તરતા જંગી એરપોર્ટ, સોલાર પ્રોજેક્ટ શરૂ કરી જમીન બચાવવા જહેમત, ટેકનોલોજી આવશે.
• જાહેર વાહન વ્યવસ્થા ફ્રી થઈ જાય તેવું બને.
• સંદેશા વ્યવહાર લગભગ ફ્રી જેવો જ હશે. આ આગાહી મેં (ડૉ. દિનેશ બ્રહ્મભટ્ટ) ૧૯૯૮ માં ૨૧ મી સદી ના આરંભમાં શું થાય તેવા એક અખબારી લેખમાં લખી હતી
• નેનો ટેકનોલોજી ખૂબ વધશે અને રોબોટિક્સ ઘરે ઘરે ઉપયોગમાં હશે. ઘરકામ રોબોટ કરશે . ખેતી, ઉદ્યોગો, ઓફિસ, સંરક્ષણ,પોલીસ,વાહન વ્યવસ્થા માં રોબોટ હશે જ.
• મોટાભાગે પાકિસ્તાનના ટુકડા થઈ ગયા હશે. સિંઘ, બલુચિસ્તાન વગેરે નવા દેશોને ભારત મદદ કરી સ્વતંત્ર કરશે. PoK ભારતમાં ભળી જાય તેમ પણ બને.
• એટોમિક હુમલાની પણ શક્યતા છે જ. તો પછીનું વિશ્વ કહી શકાય નહિ.
• ૫૪ આફ્રિકન દેશોનું એક સંગઠન ભારતના અધ્યક્ષ પદે રચાય તેમ બને અને તેને એક સમૂહ તરીકે સલામતી સમિતિમાં સભ્ય તરીકે લેવાય તે માટે ભારત આગેવાની લેશે.
• શાકાહાર, વેગન માં માનતા લોકો વધે.
ઈશ્વર, આત્મા, બ્રહ્માંડના સંચાલન ના રહસ્યો ખોલવા માટે સંશોધનો થાય અને God particles શોધવા વિજ્ઞાન અને અધ્યાત્મ નજીક આવશે. કમ્પ્યુટર ના નવા આવિષ્કાર તેમાં મોટી મદદ કરી શકે. આ શોધ આગળ નહિ વધુ શકે તેની ખાતરી છે.
• લોકશાહી નામે લોકોના જીવનમાં કશું છૂપુ કે અંગત privacy નહિ રહે.
• ટેકનોલોજી ભયજનક રીતે દરેકના જીવનનો કબજો લેશે.
• ચીન ભયજનક રીતે આગળ વધશે.
ચાઈના એક બેદર્દ, નિર્દય વેપારી છે.
ચાઈનાની વ્યાપારી તાકાતનો અંદાજો લગાવવા આ આંકડા વાંચો- વર્ષ 1990 માં ચીન વિશ્વના ઉત્પાદનમાં 3% ઉત્પાદન હિસ્સો ધરાવતું હતું. હવે એનો સિંહફાળો/ડ્રેગનફાળો છે પૂરા 25%. દુનિયાનાં 80% એ.સી., 70% મોબાઈલ, 60% શૂઝ, 74% સોલર સેલ, 60% સિમેન્ટ, 50% કોલસો, 45% શિપિંગ, 50% સ્ટીલ એકલું ચીન ઉત્પાદન કરે છે. આ સિવાય એવી અગણિત વસ્તુઓ છે જેમાં ચીનની મોનોપોલી છે. સોની, માઈક્રોસોફ્ટ, એપલ, કેનોન જેવી મલ્ટીનેશનલ કંપનીઓ પોતાનાં ઉત્પાદનો ચીનમાં બનાવડાવે છે.
જો ચીની માલનો બહિષ્કાર કરવા બેસો તો ઘરમાંથી 30% વસ્તુઓ ફેંકી દેવી પડે !!! માત્ર ચીની વસ્તુઓનો ત્યાગ કરવો એ તો નકારાત્મક રસ્તો છે. અહી સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આપણે એવું શું કરવું જોઈએ કે ચીન પાછળ રહી જાય?
* સૌ પ્રથમ આપણે બચતથી શરૂઆત કરીએ. ભારતનું ધન ક્રૂડ ઓઈલમાં સૌથી વધુ ખર્ચાય છે. જો આ બીલમાં ઘટાડો થાય તો એ પૈસા બચે. આ માટે દેશનાં વાહનો પર ધ્યાન આપવું પડશે. અતિ ઝડપે આવનારાં દશેક વર્ષમાં ઈલેકટ્રીક વાહનોની સંખ્યા કુલ વાહનોનાં 50 % થી 75 % કરવો પડશે. ખંધા ચીને અગમચેતી વાપરી સાત અબજ બેરલ ક્રૂડ ખરીદી, તેનો સ્ટોક કરી લીધો છે. ભારતે પ્રચંડ સોલર,ગ્રીન એનર્જી વિકસાવવી પડશે.આત્મ નિર્ભર બનવા મોટા પગલાં આવશે.
• આગામી વર્ષોમાં આફ્રિકામાં ૨૫ કરોડ લોકોને ભૂખમરાથી અસર થશે. આફ્રિકા ખંડના ૫૪ દેશોમાંથી મોટાભાગના દેશો ગરીબ છે. ચીને લાંબા ગાળાની વ્યૂહ રચના તરીકે આફ્રિકામાં મોટા પાયા પર " નવા ચીન "ની સ્થાપના કરવા અને વિશ્વના અન્ન પુરવઠા પર વિશ્વ વ્યાપી નિયંત્રણ મજબૂત કરવા મોટા પાયા પર આફ્રિકાના બંદરો,જમીનો નિયંત્રિત કરી રહ્યું છે તેવો આંતરરાષ્ટ્રીય અભિપ્રાય વ્યક્ત થઈ રહ્યો છે અને જે રીતે વિશ્વવ્યાપી મહામારી ચીને ફેલાવી છે તેવું અમેરિકા ખુલ્લેઆમ કહે છે તે રીતે હવે પછીંના ૨૦ વર્ષમાં ચીન વિશ્વ વ્યાપી અનાજની અછતના પ્રશ્નો ઉભા કરશે અને દુનિયાને નિયંત્રણમાં રાખવા સમસ્યાઓ ઊભી કરી પોતાના પાસેના અનાજના વિશાળ જથ્થાનો પોતાનું વર્ચસ્વ વધારવા ઉપયોગ કરશે તેવું નિષ્ણાતોને દેખાય છે.
• Glaciers (હિમનદીઓ) પીગળતા ભારે ફેરફારો નુકસાન કરશે.
• biological war / BioTerrorism ભયંકર બને. લડાઈઓ માનવના મનમાં કાયમ છે પણ તેનું સ્થાન સાઇબર વોર લેશે.
• રોગ નિવારણ માટે ખૂબ મોટા ઉપાયો થશે.
• લોકો શાંતિ, હરિયાળી, પાણી, પક્ષીઓના અવાજ, કુદરતી અંધારું,ઠંડક,એકાંત, ઓર્ગેનિક ભોજન, ઘોંઘાટ વિનાની રજાઓ માટે પૈસા ચૂકવશે.બહાર જઈ શાંતિથી વાંચન, ચિંતન, સંગીત, મૌન,ધ્યાન, યોગ માટે લોકો તરફડીયા મારશે.
• ભારત માં ગાયો,પશુઓની કતલ ઓછી એટલા માટે થશે કે કુદરતી ખાતર, ગેસ, વગેરે માટે તેની ઉપયોગીતા સમજાશે.ભારતમાં ગધેડા,ઘોડા સાવ ઓછા થઈ જશે.
• લોકો વધુ પડતા પ્રેક્ટિકલ બની ગયા હશે જેમાં લાગણી ઓછીને કામ પતાવવાની ટેવ વધુ હશે.
• દિવસ અને રાત મોબાઈલ અને લેપટોપને કારણે ગરદન, કમર અને આંખો ઉપર અસર થતા નવા નવા રોગો આવી ગયા હશે.
• માત્ર ગરીબ અને પૈસાદાર બે જ ભાગોમાં સમાજ વિભાજિત હશે.
• ટેલી મેડિસિન સામન્ય હશે.
• સ્વચ્છ પીવાનું પાણી ઘટી જશે જેથી બે દેશો વચ્ચે પીવાના પાણી માટે લડાઈઓ જોવા મળશે.
• ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ હશે. સરકારી ફાઈલો ગાયબ થઈ હશે અને તેની જગ્યાએ online cloud સિસ્ટમ આવી ગઈ હશે.
• અમેઝોનમાં જંગલોના કપાય તે માટે UN પગલાં લેશે. જે દુનિયાના ધબકતા ફેફસા છે!
• વિશ્વમાં ભારત અગ્રીમ નેતા તરીકે ઉપસી આવશે.
• ભારત નોબેલ પ્રાઇઝ સમકક્ષ વૈશ્વિક ઈનામ જાહેર કરશે.
• દુનિયામાં,નાછૂટકે, પાણી,જંગલો, વૃક્ષો સાચવવા કડક કાયદાઓ આવશે.
• ભારતનો જન્મ દર ૨૦૫૦ પછી ઓછો થવા લાગશે. કદાચ વહેલો પણ શરૂ થાય.
• દુનિયામાં ભારતના નર્સ, શિક્ષકો,યોગ જાણકારો, આયુર્વેદ જાણકારો, ડો. physio therapist, IT નિષ્ણાંતો,ખેતી જાણકારો વગેરે ની મોટી માંગ ઊભી થશે.
• યુરોપ માં કેટલાક દેશો જેવાકે ફ્રાન્સ, સ્વીડન, બેલ્જિયમ, યુકે વગેરે માં ૨૦૪૦ સુધીમાં સ્થાનિક લોકો લઘુમતી માં આવી જશે. લંડનમાં અત્યારે સ્થાનિક ગોરાઓ લઘુમતીમાં આવી જ ગયા છે. ધર્મ આધારિત સરકારો માટે તોફાનો થશે.
• જો ત્રીજુ વિશ્વ યુધ્ધ થશે તો ઈરાન, ઈરાક અથવા મધ્ય પૂર્વ માંથી શરૂ થાય અથવા રશિયા,અમેરિકા,ચીન લડી પડે. ભારત,ચીન,અથવા ભારત- પાકિસ્તાન અથવા રશિયા,જાપાન, ચીન લડી પડે.
• મુંબઈ રહેવા લાયક શહેરની યાદીમાંથી નીકળી જાય તેમ બને.
• વિભક્ત કુટુંબો સામાન્ય બનશે. અમેરિકન સંસ્કૃતિ એશિયાની સંસ્કૃતીને ખાઈ જશે.
• ૨૦૪૦ સુધીમાં દસ લાખ થી વધુ વસ્તી વાળા શહેરોમાં મેટ્રો, મોનો રેલ ફરજિયાત બનશે. રેલ્વે માં ક્રાંતિકારી ફેરફારો આવશે. રેલવે નું ખાનગીકરણ વધશે. ટ્રક્સ, ભારે સાધનો માટે ખાસ રેલ્વે બનશે. બહુ મોટી સેવા પ્રદૂષણમાં થશે.મેગા સિટી માં અને મોટા શહેરો વચ્ચે પાટા વિના દોડતી મેગ્નેટિક ટ્રેન "Maglev" આવી જશે તેવું લાગે છે.
• ચીનમાં ગરબડ થાય અને નબળુ પડે તો તિબેટ અને યુઈઘર મુસલમાનો અલગ થવાની માગણી કરશે.
• ભારત ચીન સાથે ગુપ્ત સમજૂતી કરી PoK પર કબજો કરે તેવું બને.
• ઇન્દિરા ગાંધીએ જે રીતે સિક્કિમ દેશમાં ભેળવી દીધું અને પાકિસ્તાન ના ટુકડા કરી નાખ્યાં તે રીતે પ્રધાન મંત્રી શ્રી મોદીના મનમાં કંઇક જુદા વિચારો ચાલે છે તેવું જાણકારો કહે છે.
• દેશ આધુનિક ખેતી, પ્રવાસન, ઓર્ગેનિક પેદાશો, સંરક્ષણ સાધનો નું ઉત્પાદન, દરિયાઈ પ્રવાસ દ્વારા કાંઠા વિસ્તારોનો વિકાસ, રોજગારી માટે ઇઝરાયેલ ને સાથે રાખી વિશ્વ માં કૃષિ ક્ષેત્રે અગ્રણી બની ઉપસી આવશે.
• અત્યાર સુધીમાં ૨૩૦૦૦ કરોડપતિઓ દેશ છોડીને જતા રહ્યા છે. મોટા ભાગે યુએસએ, યુકે, કેરેબિયન ટાપુઓ, આફ્રિકા માં ગયા છે.Quora ના જે યુવાન વાચકો સાહસથી કંઈ મેળવવા માગે છે તેમના માટે કોરોના પછી પરદેશમાં મોટો ચાન્સ ઉભો થશે. બહાર ગયેલા ભારતીયો પોતાની તાકાત બતાવી દુનિયાની મોટી કંપનીઓ હસ્તગત કરે તેમ લાગે છે.
• દરેક આપત્તિ કંઇક નવું લાવે છે.કોરોનાને લીધે કેટલીક નવી બાબતો વિકસી રહી છે. જે ભવિષ્યમાં નવું કરવા માંગે છે,માટે નવા ક્ષેત્રો ખુલી રહ્યા છે. ઓનલાઇન વ્યાપાર, હોમ ડિલિવરી, આયુર્વેદ,યોગ, આયુર્વેદ ઔષધો, પરદેશમાં જુદી જુદી નિકાસ જેવા કરોડોના કામો થશે.૨૦૩૦ સુધીમાં ભારતની નિકાસ ટોચ ઉપર જશે.જે યુવાનો આધુનિક ખેતી, એગ્રો પ્રોસેસિંગ, ખેત નિકાસ વગેરે માં મોટી તક ઊભી થઈ રહી છે. ખેડૂત જે ખેતી ધરાવે છે તેમને માટે નવા દરવાજા ખુલી રહ્યા છે.
• આગામી દિવસોમાં આયુર્વેદ ઔષધો, વનસ્પતિ , ભારતીય મસાલાનો કરોડોનો વ્યાપાર વધશે. હાલ કોરોનાના ભયથી ઉકાળા અને આયુર્વેદ તરફ વળેલો સમાજ જો સમજી અને ટેવાઈ ગયો તો દેશમાં જ હજારો ટન મૂળિયાં,પાંદડા, વનસ્પતિ ની દરેક મહિને જરૂર રહેશે. શાકભાજી, A-૨ દૂઘ, દેશી ગાયના ઉત્પાદનો, મગ, દેશી મધ, લીંબુ, આદું, ફુદીનો અને કફ નિવારણમાં ઉપયોગી પાંદડાઓ,વનસ્પતિ જેવી કે અરડૂસી, લીલી ચા, હળદર, મરી,અજમો,તુલસી, શતાવરી,બ્રાહ્મી, દૂધી, શંખ પુષ્પી,જટામાંસી, આમળા વગેરે ની માંગમાં વિશ્વમાં જબ્બર વધારો થશે. આ લિસ્ટ લાંબુ છે. Quora ના બીઝનેસમાં રસ ધરાવતા વાચકો આ આગાહી નોંધી રાખે. મોટી ધંધો ઉભો થઇ રહ્યો છે. જે લોકો આધુનિક ખેતી ને વ્યવસાય તરીકે કરવા માંગે છે તેના સોનેરી દિવસો આવી રહ્યા છે.આજે હજજારો ટન કાષ્ટ ઔષધો ફકત દેશના ઉદ્યોગો માંગે છે.પરદેશની વાત તો જુદી.
હવે હું અટકવા માંગુ છું .કેમકે હજુ અનેક વિષયો ઉભરાય રહ્યા છે પણ હાલ અટકીએ. કંઈ અગત્યનું યાદ આવે તો એડિટ કરીશું.
લેખક: ડૉ. દિનેશ બ્રહ્મભટ્ટ
લેખ સંપાદન: રક્ષિત શાહ
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments