મારાં જિજ્ઞાસુ મનમાં આ પ્રશ્નનો કીડો વર્ષો સુધી હતો પણ કદાચ હવે નથી. ઘણાં લોકો જે હિંદુ ધર્મમાં છે એ પણ આ પ્રશ્ન વિશે મજાક ઉડાવતા હોય છે પણ એ પણ વિચારવાનું કે હિન્દુ ધર્મ સહિત તમામ ધર્મો એમ કહેતા હોય કે ભગવાન એક છે તો પછી આ 33 કરોડ દેવી દેવતાઓ ક્યાંથી આવ્યા?
સીધો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ જેનો સંદર્ભ ઋષિઓએ લખેલાં પુરાણોમાંથી મળે છે. જેમ મુસ્લિમ ધર્મમાં પવિત્ર કુરાનનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ હદીસ નું છે, ખ્રિસ્તી ધર્મમાં પવિત્ર બાઇબલ જેટલું મહત્વનું તેટલું જ મહત્વ ગોસ્પેલનું છે તેવી જ રીતે હિન્દુ ધર્મમાં પવિત્ર રામાયણ મહાભારત ના ગ્રંથો સિવાય પુરાણોનું મહત્વ પણ એટલું જ છે.
જ્યારે હિંદુ ધર્મમાં દેવતાઓ વિશે કોઈ ચર્ચા થાય છે ત્યારે નંબર 33 કોટી (કરોડ) સતત સંભળાય છે. હિન્દુ ધર્મના સૌથી પવિત્ર સ્થળો પર મુલાકાત લો અને આખી પૃથ્વી ઉપર ફરી વાળો તો પણ તમને 33 કરોડ તો નહીં પણ કદાચ 33 જુદા જુદા દેવતાઓના મંદિર મળશે પણ 333 દેવતાઓ ના મંદિર મળવા મુશ્કેલ થઈ જશે. તો પછી આ 33 કરોડ નો આંકડો આવ્યો ક્યાંથી?
ઘણા લોકો એ ભૂલી જાય છે કે હિન્દુ ધર્મમાં ભગવાન એ આકારે સહિત છે નિરાકાર ભગવાનમાં હિન્દુ માનતો નથી અને એ ઉપરાંત હિન્દુ ધર્મમાં ઘણા દેવતાઓમાં પ્રતિકાત્મક સ્વરૂપ વર્ણન છે એનો અર્થ એ કે ઘણા બધા સૃષ્ટિના પ્રતિકોને દેવતાઓ તરીકે ગણવામાં આવે છે. હું ફકત હિંદુ ધર્મની જ વાત કરું છું, કારણ કે મને મારા ધર્મ વિશે આટલું જ્ઞાન તો હોવું જોઈએ એવું દ્રઢપણે માનું છું. પણ મારી આ માન્યતા બીજા ધર્મના કોઈક બીજા કન્સેપ્ટને ઢાંકી દેવાનું કે તેમને નીચા દેખાડવાનો નથી.
વળી પાછા મૂળ વાત પર આવી જઈએ. બીજો ઍક concept પણ જણાવી દઉં.
33 કરોડ દેવતાઓ એટલે ભગવાન નહી. દેવતાઓ એટલે ભગવાન જેવા પણ ભગવાન સમકક્ષ નહી. ભગવાન દરેક ધર્મમાં કીધું છે તેમ એક જ હોય પણ ભગવાને સમગ્ર સૃષ્ટિ ચલાવવા માટે જે જુદા જુદા પ્રતિનિધિત્વ સોપાયા છે તેને દેવતા ગણવામાં આવે છે. હવે અગાઉ કહ્યું તેમ હિંદુ ધર્મમાં પ્રતીકવાદનું મહત્ત્વ એ રીતનું હતું કે ભગવાનની શક્તિને ઓળખનાર તથા તેમની પ્રસન્નતા માટે તેમની સાધના કરનાર દરેકને ભગવાનના પ્રતિનિધિત્વ એટલે કે પ્રતિક તરીકે દેવતા ગણવામાં આવતા.જે કામનાં તફાવતોને કારણે વિવિધ નામો, સ્વરૂપો, વિશેષ પ્રવૃત્તિઓ, વિશેષ લક્ષણો અને વિશેષ શક્તિઓ ધરાવે છે તે બધા સજીવ અને નિર્જીવ અને જે હજુ સુધી દેખાયા છે તે બ્રહ્મના અભિવ્યક્તિ તરીકે દેવતાઓ ગણાયા.
યાજ્ઞવલ્ક્ય નામનાં ઋષિએ બૃહદારણ્યક ઉપનિષદ લખ્યું છે તેમાં આ 33 કોટી દેવતાઓની વાત સમજાવી છે અને ત્રીજા શ્લોકમાં એમ કહ્યું કે…
सवाच, महिमान एवैषामेते, त्रयस्त्रिंश तत्वेव देवा इति;
कतमे ते त्रयस्त्रिंशदिति;
अष्टौ वसवः, एकादश रुद्राः, द्वादशादित्याः, ते एकत्रिंशत्, इन्द्रश्चैव प्रजापतिश्च त्रयस्त्रिंशाविति ॥
યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું કે તેત્રીસ કરોડ નહી પણ 33( त्रयस्त्रिंश) મુખ્ય દેવતાઓ છે. તો આ 33 નંબર બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય દ્વારા સમજાવવામાં આવેલ વૈદિક દેવતાઓની સંખ્યામાંથી આવે છે .
આ 33 કોટી દેવો છે : અહીંયા ૩૩ કોટી એટલે ૩૩ પ્રકારના દેવતા પણ ૩૩ કરોડ નહી. કોટી એટલે પ્રકાર!
08 વસુ
11 રુદ્ર
12 આદિત્ય
02 પ્રજાપતિટોટલ=૩૩
8 વસુ નીચે પ્રમાણે છે.
1. દ્રવ વસુ
2. અધ્વ વસુ
3. સોમ વસુ
4. જલ વસુ
5. વાયુ વસુ
6. અગ્નિ વસુ
7. પ્રત્યુવશ વસુ
8. પ્રયાસ વસુ
11 રુદ્ર નીચે પ્રમાણે છે.
9. વીરભદ્ર રુદ્ર
10. શુંભ રુદ્ર
11. ગિરીશ રુદ્ર
12. અજાયક પાત રુદ્ર
13. અહરબુધ્યત રુદ્ર
14. પિનાકી રુદ્ર
15. ભવાનીશ્વપર રુદ્ર
16. કપાલી રુદ્ર
17. દિક્પતિ રુદ્ર
18. સ્થાનુદ્ર રુદ્ર
19 સ્થાનુદ્રરુદ્ર 1
12 આદિત્ય નીચે પ્રમાણે છે.
20. ધતા આદિત્ય
21. આર્યમા આદિત્ય
22. મિત્ર મદિત્ય
23. વટુન આદિત્ય
24. અંશુ આદિત્ય
25. ભાગ આદિત્ય
26.વિવસવન
27. દંડાદી આદિત્ય
28.પૂજા આદિત્ય
29. પર-જયા આદિત્ય આદિત્ય
30. પર-જયા આદિત્ય.
31. આદિત્ય
2 પ્રજાપતિ નીચે પ્રમાણે છે.
32. પ્રજાપતિ
33. અમિત શાટકર
આ ૩૩ દેવોમાં તે વખતના જીવતા પ્રાણીઓની સંખ્યા ઉમેરવા માટે ૩૩ શૂન્ય ઉમેરવામાં આવ્યાં કારણ કે દરેક જાતિ પ્રજાતિના તમામ લોકો નું પ્રતિનિધિત્વ આવરી લેવામાં આવ્યું હતું. તેથી ૩૩ કરોડ અથવા ૩૩૦ million દેવોની અભિવ્યક્તિ રજૂ કરીને 33 કોટી દેવતાઓને ઘણાં લોકોએ ૩૩ કરોડ તરીકે સૂચવ્યા.
આ વાતમાં બીજા ઘણા ધાર્મિક ગણાય એવા સંદર્ભો છે માટે વાંચ્યા પછી બિન જરૂરી પ્રશ્નો પૂછવા અથવા તો કોઈ ધર્મને ઉતારી પાડવાનું કે મહાન ગણવાની ચેષ્ટા કરવી નહીં કારણ કે મારા તમારા જ્ઞાનની વિસાતની બહાર આ બધી વાતો એટલી ગહન છે કે મારા તમારા જેવા ગાંગડુઓ એને ચેલેન્જ કરે તો પણ એનો જવાબ મળવો મુશ્કેલ છે. તેથી કોમેન્ટ કરતા પહેલા જરા નમ્ર બનજો.
સ્ત્રોત: કેતન ઉપાધ્યાય દ્વારા
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments