ટોક્યો, જાપાન: એક વ્યક્તિ એક યુવાન છોકરી પાસેથી પસાર થઈ રહ્યો હતો, જ્યારે તેની બ્રીફકેસની અણીદાર ધારથી આકસ્મિક રીતે તેણીનું મીની સ્કર્ટ ફાટી ગયું. માણસ માફી માંગે તે પહેલાં, છોકરીએ ઝૂકીને કહ્યું, "હું આ ભૂલ માટે નમ્રતાથી માફી માંગું છું. મારા સ્કર્ટની ગુણવત્તા સારી નથી.” પછી તેણીએ એક પિન કાઢી, સ્કર્ટનાં ફાટેલા ભાગને સાંધો માર્યો અને ચાલી ગઈ.
હવે,
ન્યૂયોર્ક, યુએસએ: પુરુષ પ્રતિક્રિયા આપે તે પહેલાં, સ્ત્રીએ એક બિઝનેસ કાર્ડ કાઢ્યું અને તેને કહ્યું કે, “આ મારા વકીલનું કાર્ડ છે. તમે કરેલી આ જાતીય સતામણી બાબતે તે તમારો સંપર્ક કરશે. કોર્ટમાં મળીશું, દોસ્ત!" 😜
લંડન, ઈંગ્લેન્ડ: પુરુષ પ્રતિક્રિયા આપે તે પહેલાં, છોકરીએ ઝડપથી ફાટેલી જગ્યાને અખબારથી ઢાંકી દીધી, અને તેના ચહેરા પર લાલાશ સાથે કહ્યું, “જો તમને વાંધો નાં હોય તો માંરા ઘર સુધી લિફ્ટ આપો સાહેબ? મારું ઘર અહીંથી નજીક છે”. અંગ્રેજે તેનું જેકેટ ઉતાર્યું જે તેણીએ તેની કમર ઉપર વિંટાળ્યું આવે તેની કાર માં તેણીને સુરક્ષિત તેના ઘરે લઈ પહોંચાડી દીધી.😜
પેરિસ, ફ્રાન્સ: પુરુષ પ્રતિક્રિયા આપે તે પહેલાં તેણીએ સ્મિત સાથે ગણગણાટ કર્યો, "એક લાલ ગુલાબ ખરીદીને શ્રેષ્ઠ રીતે માફી માંગી શકો છે, મહાશય." ફ્રેન્ચમેને તેણીને ગુલાબ ખરીદીને આપ્યું, અને પછી તેઓ નજીકના કેફેમાં ગયા, થોડી વાઇન પીધી અને છૂટા પડ્યા. 😜
સિડની, ઓસ્ટ્રેલિયા: પુરૂષ માફી માંગી શકે તે પહેલાં તેણીએ પર્સમાંથી સેફ્ટી માટેનું ચપ્પુ કાઢ્યું અને તેના પેન્ટની સાઈડ ત્વરાથી સાઈડમાંથી ફાડી નાખ્યું આવે કહ્યું: "ઠીક છે, હવે આપણે બેય બરાબર થઈ ગયા, દોસ્ત" 😜
શાંઘાઈ, ચીન: પુરુષ કંઈ બોલે તે પહેલા પોલીસ આવી અને તેને લેબર કેમ્પમાં લઈ ગઈ. 😜😜
નવી દિલ્હી, ભારત: પુરુષ માફી માંગે તે પહેલાં 10 ટીવી એન્કર્સ બૂમો પાડીને કેમેરા સામે બોલવા આવ્યા, “આ અપમાનજનક ઘટના તમારી સામે લાવનારી અમારી ચેનલ સૌપ્રથમ છે…! એક સીધી સાદી દલિત / લઘુમતી કોમની છોકરીનું ઔચિત્ય કેવી રીતે વગદાર વ્યક્તિ દ્વારા સરેઆમ છેડતી કરીને ભંગ કરવામાં આવે છે. આ વ્યક્તિ ભાજપ સાથે સંકળાયેલો છે અને તેની ભાજપનાં નેતા સાથેની સોશ્યલ મીડિયામાં અપલોડ કરેલી તસવીરો અહીંયા દર્શાવીએ છીએ. અને તમને ખાતરી આપીએ છીએ કે, જ્યાં સુધી આ ઘટનાને ન્યાય નાં મળે ત્યાં સુધી કવર કરતા રહીશું…!! ભાજપના હિંદુત્વ એજન્ડા પર કામ કરતા બહુમતી હિંદુઓ દ્વારા સ્પષ્ટ અસહિષ્ણુતા માટે ભારત જવાબ માંગે છે! પીએમએ જવાબ આપવો જોઈએ! 🥴🥺🤔
Source: [Quora]
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments