એક મહિલા રોજ મંદિરે જતી. એક દિવસ તેણે પૂજારીને કહ્યું કે હવેથી તે મંદિરે નહીં આવે. પૂજારીએ તેને કારણ પૂછ્યું.
ત્યારે મહિલા બોલી, “હું જોઉં છું કે મંદિરમાં લોકો ફોન પર સતત પોતાના નોકરી – ધંધાની વાત કરતા હોય છે. કેટલાકે તો મંદિરને જ પોતાની ગુસપુસનું સ્થાન બનાવી દીધું છે. ઘણાં પૂજા ઓછી ને દેખાડો વધારે કરે છે.“
પૂજારીએ તેની વાત ધ્યાન થી સાંભળી કહ્યું, “ઠીક છે. પણ અંતિમ નિર્ણય લેતા પહેલા મારી એક વાત માનશો?” મહિલા બોલી, “હા, કહો મારે શું કરવાનું છે?”
પૂજારીએ કહ્યું,” એક ગ્લાસ પાણી ભરી લો અને તે હાથમાં પકડી બે વાર મંદિર પરિસરની પ્રદક્ષિણા કરી લો. શરત એટલી કે ગ્લાસમાં થી બિલકુલ પાણી ઢોળાવું જોઈએ નહીં.”
મહિલાએ કહ્યું, “વારુ, હું એ મુજબ કરીશ. ”
પછી થોડી વારમાં મહિલાએ પૂજારીના કહ્યા પ્રમાણે કરી બતાવ્યું. પાછી ફરેલી મહિલાને પૂજારીએ ત્રણ સવાલ પૂછ્યા –
૧. શું તમે કોઈને ફોન પર વાત કરતા જોયાં?
૨. શું તમે કોઈને મંદિરમાં ગુસપુસ કરતાં જોયાં?
૩. શું કોઈને પાખંડ કરતાં જોયાં?
મહિલા બોલી, “ના, મેં આમાંથી કંઈ નથી જોયું”
પૂજારી બોલ્યા, “જ્યારે તમે પ્રદક્ષિણા કરતા હતા ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ગ્લાસ પર કેન્દ્રીત હતું જેથી તેમાંથી પાણી છલકાઈ ન જાય, એથી તમને બીજું કંઈ દેખાયું નહીં.
હવે જ્યારે પણ મંદિરે આવો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન પરમાત્મામાં કેન્દ્રિત કરજો તો તમને આસપાસ નું કંઈ દેખાશે નહીં. માત્ર ઇશ્વર જ સર્વત્ર નજરે ચડશે. “
જીવનમાં દુ:ખો માટે કોણ જવાબદાર છે?
ના ભગવાન
ના ગ્રહ – નક્ષત્રો
ના ભાગ્ય
ના સગાસંબંધીઓ
ના પાડોશી
ના સરકાર
જવાબદાર તમે પોતે જ છો.
તમારો માથાનો દુખાવો નકામા વિચારોનું પરિણામ છે.
તમારો પેટનો દુખાવો ખરાબ કે ખોટું ખાવાનું પરિણામ છે.
તમારું દેવું જરૂરત કરતા વધુ ખર્ચનું પરિણામ છે.
તમારું દુર્બળ, જાડું, બીમાર શરીર ખોટી જીવનશૈલીનું પરિણામ છે.
તમારા કોર્ટ કેસો તમારા અહંકારનું પરિણામ છે.
તમારા નકામા વિવાદો વધુ અને વ્યર્થ બોલવાનું પરિણામ છે.
ઉપરોકત કારણો સિવાય પણ એવા બીજા સેંકડો કારણ છે જેનાથી પ્રેરાઈ તમે વગર કારણે અન્યો પર દોષારોપણ કર્યા કરતા હોવ છો. આમાં ઇશ્વરનો કોઈ વાંક નથી. જો આપણે આ કષ્ટોના મૂળ કારણોનો બારીકાઈથી વિચાર કરીએ તો જણાશે કે ક્યાંક ને ક્યાંક તેની પાછળ આપણી પોતાની કોઈક મૂર્ખામી જવાબદાર છે.
સર્વે નું જીવન પ્રકાશમય અને શુભ બની રહો…
(સ્ત્રોત: ઇન્ટરનેટ પરથી…)
You may also like,
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments