સવાલ: સારી કન્યાને સુકન્યા કહેવાય તો સારા વરને શું કહેવાય?
જવાબ: સુવર
પત્ની : અડધો કલાકથી તમે પેલી છોકરીની સામે
જોઈ રહ્યા છો, ગમી ગઈ હોય તો કહેજો.
પતિ : ગમી તો ગઈ છે પણ તને તો ખબર છે કે,
આપણા લગ્ન થઇ ગયા છે.
પત્ની (ગુસ્સામાં) : તો પછી તેને શું કામ જોયા કરો છો?
પતિ : આ તો તારા ભાઈ માટે જોવ છું,
એણે મને કીધું હતું કે,
કોઈ સારી છોકરી હોય તો જોજો ને બનેવીલાલ.
કારણ કે તમે એક વાર છેતરાઈ ગયા છો અને
છેતરાયેલો ગ્રાહક જ બીજી વાર સારી ખરીદી કરી શકે.
😅😝😂😜🤣🤪
સવાલ: સૌથી સારામાં સારો વાર કયો?
જવાબ: જમણવાર
સવાલ: ગાંધીજીને સિમ્પલ સિટી ગમતી હતી અને આજે દરેક માણસને કઈ સિટી ગમે છે?
જવાબ: પબ્લિસિટી
સવાલ: એવી કઈ સિટી છે જે વાગે છે પણ લાગતી નથી!
જવાબ: સિસોટી
સવાલ: મા-બાપ છોકરીને પરણાવે તો કન્યાદાન કર્યું કહેવાય, અને છોકરો ઘરજમાઈ થાય તો?
જવાબ: વરદાન
સવાલ: પત્ની એ કહ્યું, “મારે આખી દુનિયા જોવી છે.” તો પતિએ શું કહ્યું?
જવાબ: એટલાસ લાવી ને આપી દો.
સવાલ: સૌની અણમાનીતી રાણી કઈ?
જવાબ: ઉઘરાણી
સવાલ: ભેંશ અને ભરવાડ માં શું ફરક છે?
જવાબ: ભેંશ ચોખ્ખું દૂધ આપે અને ભરવાડ પાણીવાળું!
સવાલ: આકાશવાણી અને દૂરદર્શનમાં શું ફરક છે?
જવાબ: પતિ અને પત્ની ઘરમાં ઝઘડતા હોય અને પાડોશી સાંભળે તેને આકાશવાની કહેવાય; જયારે પતિ અને પત્ની બહાર ઓટલા પર ઊભા રહી ઝઘડતા હોય અને પાડોશી જુએ અને સાંભળે, તેને દૂરદર્શન કહેવાય.
સવાલ: પતિ અને પત્નીનું બેન્કમાં જોઈન્ટ ખાતું હોય તો?
જવાબ: પતિ પૈસા મુકે અને પત્ની ઉપાડે.
સવાલ: દારૂ (જામ) અને હજામ માં સામ્યતા શું?
જવાબ: બંને નીચું જોવડાવે!
સવાલ: વા થી પગ જકડાઈ જાય, તો પરણવાથી?
જવાબ: આખો માણસ જકડાઈ જાય!
સવાલ: બાળહઠની દવા પીપરમિન્ટ, તો સ્ત્રીહઠની દવા શું?
જવાબ: સાડી
સવાલ: ધાર્યું ધણીનું નથી થતું, તો કોનું થાય છે?
જવાબ: ધણિયાણીનું
સવાલ: સ્ત્રી ની ૩ અવસ્થાઓ કઈ કઈ છે?
જવાબ: લાગણી-માગણી-નાગણી
સવાલ: નિશાળ નો ઘંટ વાગે ત્યારે વિદ્યાર્થીઓ છૂટે છે અને આગ ના બમ્બાનો ઘંટ વાગે ત્યારે?
જવાબ: પાણી છૂટે!
સવાલ: આધુનિક યુગ નો રામ કયો?
જવાબ: આરામ
સવાલ: એક પણ કાર ના હોય છતાં રસ્તે રખડતા માણસને શું કહેવાય?
જવાબ: બેકાર
પત્ની: હું બે કલાક માટે બહાર જાવ છું.
તમને કઈ જોઈએ છે ?
પતિ: બસ મારે એજ જોઈએ છે.🤣🤣🤣😀😀😀
એક નટ ને દોરડા ઉપર ચાલતાં અમુક ચોર લોકોએ જોયો અને..
નક્કી કર્યું કે આને આપણા ભેગો ચોરી કરવા લઈ જઈ તો આપણું કામ આસાન થઈ જાય…
એટલે એને સમજાવીને પૈસા આપવાના નક્કી કરીને રાત્રે લઈ ગયા અને…
બે મકાન વચ્ચે દોરડું બાંધીને એને કહ્યું કે આ દોરડા પર ચાલી ને એ મકાનમાં જઈને અંદરથી દરવાજો ખોલી નાખ..
તો ઓલો નંગ કયે દોરડા ઉપર
હાલું તો ખરો પણ કોક ઢોલ તો વગાડો…
😂😀😀😀
Don’t miss – હાસ્ય ની બે પળ | Gujarati Jokes – Laugh Out Loud
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments