રૂપિયા કમાવા માટે સારું પ્લાંનિંગ કરવું જરૂરી છે, તો આ એક સારી સ્કીમ છે જેનો તમે અચૂક થી લાભ ઉઠાવી શકો છો. મીડલ ક્લાસ (તથા તમામ કલાસના લોકો) ની વચ્ચે પોસ્ટ ઓફિસ સ્કીમને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેનું કારણએ છે કે અહીં હાઈ રિટર્ન, ટેક્સ ફ્રી રકમની સાથે તમારા પૈસા સંપૂર્ણ રીતે સેફ રહે છે.
- પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ
- થશે લાખો રૂપિયાનો ફાયદો
- જાણો સ્કીમ વિશે બધુ જ
પોસ્ટ ઓફિસનુ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પણ એક આવી જ સ્કીમ છે. જ્યાં રોકાણ કરીને તમે લોન્ગ ટર્મમાં લાખો રૂપિયાનું ફંડ તૈયાર કરી શકો છો.
દરરોજ ₹૪૧૧ રૂપિયાનું રોકાણ
આ સ્કીમમાં રોકાણ કરવા પર તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેવાની સાથે જ તમારા પૈસા ટેક્સ ફ્રી થઈ જાય છે. ૬૬,૫૮,૨૮૮ રૂપિયાની મેચ્યોરિટી માટે તમારે દરરોજ ૪૧૧ રૂપિયા એટલે કે ₹૧૨,૫૦૦ રૂપિયા મહિનાનું રોકાણ કરવાનું રહેશે. જો તમે દર મહિને પોતાના પીપીએફ (PPF) એકાઉન્ટમાં ₹૧૨,૫૦૦ રૂપિયા જમા કરો છો તો ૨૦ વર્ષની મેચ્યોરિટી પર તમે ૬૬,૫૮,૨૮૮ રૂપિયાથી વધારેના માલિક થઈ જશો.
PPF Calculator for 1.5 lakh per year Investment for next 20 years at interest rate 7.1%આ સ્કીમમાં લઘુતમ સમય ૧૫ વર્ષ નો હોય છે, જો ૧૫ વર્ષ મુજબ ગણતરી કરીએ તો તમને ૪૦,૬૮,૨૦૯ રૂપિયા ના માલિક બની જશો.
PPF Calculator for 1.5 lakh per year Investment for next 15 years at interest rate 7.1%જો તમને પૈસા ની સગવડ હોય અને તમે કદાચ રૂપિયાના ઉપાડો, અને ૫-૫ વર્ષ ની મુદત વધારતા જાઓ, તો તમે ચોક્કસ ૨૫ વર્ષે કરોડપતિ (₹૧,૦૩,૦૮,૦૧૫) બની જ જશો.
PPF Calculator for 1.5 lakh per year Investment for next 25 years at interest rate 7.1%
Cover image: Photo by rupixen.com on Unsplash
૫-૫ વર્ષના બ્લોકમાં વધારો ટાઈમ પીરિયડ
હકીકતે પીપીએફ એકાઉન્ટનો લોક-ઈન પીરિયડ ૧૫ વર્ષનો છે. જો તમે તેને ૧૫ વર્ષથી વધારે માટે ઓપરેટ કરવા માંગો છો તો તેના માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. ૧૫ વર્ષનો મેચ્યોરિટી પીરિયડ પુરો થવા પર તમે PPF એકાઉન્ટ નવા કન્ટ્રીબ્યૂશનની સાથે ૫-૫ વર્ષના બ્લોકમાં આગળ વધારી શકો છો. અહીં અમે તમને ૨૫ વર્ષની ગણતરી જણાવી રહ્યા છીએ. તેના માટે તમારે બે વખત ૫-૫ વર્ષના બ્લોક ખાતાને આગળ વધારવાનું રહેશે.
કમ્પાઉન્ડિંગનો મળશે ફાયદો
જો તમે ૧૬માં વર્ષથી ૨૫માં વર્ષ સુધી કન્ટ્રીબ્યૂશન ચાલું રાખો છો તો ૨૫માં વર્ષની મેચ્યોરિટી પર તમને ₹૧,૦૩,૦૮,૦૧૫ રૂપિયા એમાઉન્ટ મળશે. ગેરેન્ટી રિટર્ન વાળી આ સ્કીમમાં રોકાણને કમ્પાઉન્ડિંગનો જબરદસ્ત ફાયદો મળે છે.
કઈ રીતે મળશે ૪૦ લાખ, ૬૬ લાખ, કે પછી ૧ કરોડ રૂપિયા? (આપણા સિલેકશન મુજબ)
પોસ્ટ ઓફિસની પીપીએફ સ્કીમ લંબા સમયમાં વેલ્થ ક્રિએશનની સારી સ્કીમ છે. તમે દર મહિને ₹૧૨,૫૦૦ રૂપિયાનું રોકાણ PPFમાં કરો છો. આ હિસાબથી તમે વાર્ષિક ૧,૫૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું. ૫-૫ વર્ષના બ્લોકમાં એકાઉન્ટ વધવા પર આ જ્યારે ૨૫ વર્ષમાં મેચ્યોરિટી થશે તો તમારે ₹૧,૦૩,૦૮,૦૧૫ રૂપિયા મળશે. તેમાં તમારા ૩૭,૫૦,૦૦૦ રૂપિયાનું રોકાણ થશે. જ્યારે ૬૫,૫૮,૦૧૫ લાખ રૂપિયા વેલ્થ ગેઇન હશે. જે તદ્દન ટેક્સ ફ્રી રેહશે.
ગેરલાભ: ત્રણ મહિનાના આધાર પર વ્યાજદરોમાં થાય છે ફેરફાર
PPF પર હાલ વાર્ષિક ૭.૧% ટકા વ્યાજ મળી રહ્યું છે. તમારા માટે ૬૬.૫૮ લાખનું ફંડ બનાવવું સરળ રહેશે. PPFમાં વાર્ષિક આધાર પર કમ્પાઉન્ડિંગ હોય છે. PPF એકાઉન્ટમાં સરકાર ત્રણ મહિનાના આધાર પર વ્યાજ દરમાં ફેરફાર કરાવે છે. PPF એકાઉન્ટની મેચ્યોરિટી ૧૫ વર્ષની હોય છે. પરંતુ એકાઉન્ટહોલ્ડર આવા ૫-૫ વર્ષના બ્લોકમાં વધારવા માટે એપ્લાય કરી શકે છે.
આ રકમ ટેક્સ ફ્રી હોય છે!
PPFમાં ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન ૮૦C હેઠળ ટેક્સ બેનેફિટ મળે છે. તેમાં સ્કીમમાં ૧.૫ લાખ રૂપિયા સુધી રોકાણનું ડિડક્શન લેવામાં આવી શકે છે. PPFમાં કમાયેલા વ્યાજ અને મેચ્યોરિટીની રકમ પણ ટેક્સ ફ્રી હોય છે. આ રીતે PPFમાં રોકાણ EEE કેટેગરીમાં આવે છે. PPF એકાઉન્ટ પર લોનની પણ સુવિધા મળે છે. PPF એકાઉન્ટ જે વર્ષમાં ખોલવામાં આવ્યું છે. તેના ખતમ થવાને લઈને એક વર્ષ પુરૂ થયા બાદ અને ૫ વર્ષ પૂરા થયા પહેલા, લોન માટે એપ્લાય કરી શકો છો.
વધુ માહિતી માટે તમે નીચે કોમેન્ટ કરી શકો છો, હું ચોક્કસ જવાબ આપીશ.
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments